પ્રાણીઓના એક પછી એક ફની વીડિયો (Funny Video) પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કેટલાક વીડિયો એટલા ક્યૂટ હોય છે કે તેને વારંવાર જોવાનું મન થાય છે. જ્યારે કેટલાક વીડિયો આશ્ચર્યજનક છે. હાલ એક વાંદરાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમે પણ સમજી જશો કે પ્રાણી સાથે વધારે મજાક ના કરવી જોઈએ. નહિ તો તક મળે તો તે આપણને નુકસાન પહોંચાડી શકે છે. એમાં પણ જો તે પ્રાણી વાંદરો હોય તો વધુ સાવચેત રહેવું જોઈએ.
આપણે બધા જાણીએ છીએ કે વાંદરાઓ સ્વભાવે ખૂબ જ તોફાની હોય છે, લોકોની વસ્તુઓ લઈને ભાગવું અને ઝાડ પર કૂદવું એ તેમના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે, પરંતુ ઘણી વખત એવું જોવા મળે છે કે લોકો જાણીજોઈને વાંદરાઓ સાથે આનંદ માણતા રહે છે. આ દિવસોમાં પણ કંઈક આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ ખૂબ જ આનંદથી વાંદરાનો હાથ પકડી રહ્યો છે. અમુક સમય સુધી વાંદરો પણ પ્રતિક્રિયા આપતો નથી. પછી અચાનક વાંદરો વળે છે અને વ્યક્તિને જોવા લાગે છે. વાંદરો જે કરે છે તે જોઈને તમારું હસવું રોકાશે નહીં.
વાયરલ થઈ રહેલા વિડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ વાંદરાના હાથને પકડીને તેના હાથ પર હાથ ફેરવી રહ્યો છે. આ દરમિયાન, વાંદરો લાંબા સમય સુધી પ્રતિક્રિયા આપતો નથી, પરંતુ થોડીવાર પછી અચાનક વાંદરો ફરી વળે છે અને વ્યક્તિ પર હુમલો કરે છે, જેને જોઈને વ્યક્તિ ડરી જાય છે અને તેનો હાથ છોડી દે છે.
વાંદરાની આ સ્ટાઈલ જોઈને તમે પણ એક ક્ષણ માટે ચોંકી જશો. ઘણા યુઝર્સે આ વીડિયો પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા નોંધાવી છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે કહ્યું, ‘આપણે ક્યારેય કોઈને હળવાશથી ન લેવું જોઈએ, કારણ કે તેઓ તક મળતા જ બદલો લઈ શકે છે.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘હું આ વીડિયો જોઈને હસવાનું રોકી શકતો નથી. આ સિવાય, અન્ય ઘણા યુઝર્સે આ વિડિયો પર કમેન્ટ કરી અને તેમની પ્રતિક્રિયા આપી છે.
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ ફની વીડિયો સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર hepgul5 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેની સાથે તેણે ફની કેપ્શન પણ લખ્યું છે. આ વીડિયો લખાય છે ત્યાં સુધી આ વીડિયોને હજારો વ્યૂઝ અને લાઈક્સ મળી ચૂક્યા છે. આ વિડિયો વિશે તમારો શું અભિપ્રાય છે અને કોમેન્ટ કરીને જણાવો.
આ પણ વાંચો : Corona Vaccine : 4 દેશોમાં કોરોના વેક્સિન કોવિશિલ્ડના 50 લાખ ડોઝ મોકલશે SII, કેન્દ્ર સરકારે આપી લીલી ઝંડી
આ પણ વાંચો : Share Market : ગત સપ્તાહે 2% તૂટ્યા બાદ ચાલુ સપ્તાહે કેવી રહેશે બજારની ચાલ? જાણો નિષ્ણાતોનો અભિપ્રાય