માણસો ઘણીવાર જંગલો અને જંગલી પ્રાણીઓને હળવાશથી લે છે. તેઓ માને છે કે તેઓ જંગલી પ્રાણીઓ કરતાં વધુ શક્તિશાળી છે. આ તેમની સૌથી મોટી ભૂલ છે કારણ કે પ્રાણી માત્ર એક જ વાર હુમલો કરીને માણસનો ખેલ ખતમ કરી શકે છે. તેમ છતાં, લોકો જંગલોમાં ફરવા જાય છે. એક વ્યક્તિએ આવું જ કર્યું પરંતુ તેને એક ચિત્તાનો સામનો કરવો પડ્યો જે તેના પર હુમલો કરવા તૈયાર હતો પણ પછી તેણે એવું કર્યું કે ચિત્તો ત્યાંથી ભાગી ગયો.
ટ્વિટર એકાઉન્ટ @ViciousVideos પર આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં એક વ્યક્તિ ચિત્તાનો સામનો કરે છે. જંગલમાં રહેતું કોઈપણ શિકારી પ્રાણી ખૂબ જ ઝડપી અને હોંશિયાર હોય છે. તેમને શિકાર પર ઝપટવામાં વધુ સમય લાગતો નથી. આ વીડિયોમાં પણ તે જ જોવા મળ્યું છે. ફિલ્મી સ્ટાઈલમાં ચિત્તો પહેલા વ્યક્તિને પાછળ ધકેલીને આગળ વધે છે અને પછી હુમલો કરે છે.
વીડિયોમાં તે વ્યક્તિ જંગલવાળા વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. તેની બરાબર સામે એક ચિત્તો છે અને તે માણસ પાસે બંદૂક છે. તે ગભરાટમાં પાછળ હટી રહ્યો છે અને ચિત્તો તેની નજીક આવી રહ્યો છે અને હુમલો કરવાની તૈયારી કરી રહ્યો છે. શખ્સ તેને દૂર ભગાવવાની કોશિશ કરે છે, પણ આ ખતરનાક પ્રાણીઓ માણસોની વાત થોડા માને!
ચિત્તો એકદમ નજીક આવે છે અને એક ક્ષણ માટે અટકી જાય છે અને તે વ્યક્તિ તરફ કૂદવા જ જતો હોય છે, ત્યારે જ વ્યક્તિ તેના પર ગોળીબાર કરે છે. તે સીધી ગોળી તેના પર નથી ચલાવતો, પરંતુ બાજુ પર ફાયર કરે છે. ચિત્તો ત્યાંથી ખસી જાય છે પણ જતો નથી, વ્યક્તિ ફરીથી ગોળીબાર કરે છે અને પછી ચિત્તો ડરીને ત્યાંથી ભાગી જાય છે. ચિત્તા સાથેના એન્કાઉન્ટરનો આ સૌથી ભયાનક વીડિયો છે.
You just 💩 yourself pic.twitter.com/Hl8GseUPJU
— Vicious Videos (@ViciousVideos) December 1, 2022
આ વીડિયોને 5 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે જ્યારે ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. એક વ્યક્તિએ કહ્યું કે આવા સમયે વ્યક્તિએ બંદૂક અને કેમેરા બહાર કાઢવાનું કેવી રીતે વિચાર્યું હશે. એકે કહ્યું કે વીડિયો એટલો ભયાનક છે કે તેને ખ્યાલ નહોતો કે તે વ્યક્તિ તેનો ફોન પણ કાઢી રહ્યો છે. જ્યારે એકે કહ્યું કે તે સામાન્ય છે કે લોકો આવી ક્ષણોને કેપ્ચર કરવા માંગે છે, સંભવતઃ તેણે એક GoPro લીધો હશે જે તેના શરીર પર ક્યાંક ફિટ કર્યો હશે.