Viral: શખ્સએ ચલાવી એવી ખતરનાક બાઈક કે સીડી પાસે ઉભા રહેલા વ્યક્તિએ ભાગવું ભારે પડ્યું, જુઓ વીડિયો

|

Apr 25, 2022 | 11:24 AM

માર્ગ અકસ્માતો સંબંધિત ઘણા અહેવાલો દર્શાવે છે કે એકલા ભારતમાં દર વર્ષે હજારો લોકો માર્ગ અકસ્માત (Road Accident) માં મૃત્યુ પામે છે. તેથી જ કહેવાય છે કે રસ્તાઓ પર ચાલતી વખતે હંમેશા સાવચેત રહો.

Viral: શખ્સએ ચલાવી એવી ખતરનાક બાઈક કે સીડી પાસે ઉભા રહેલા વ્યક્તિએ ભાગવું ભારે પડ્યું, જુઓ વીડિયો
Man Drove Bike Dangerously (Instagram)

Follow us on

રસ્તા પર તમે ચાલીને જતા હોવ કે કારમાં, પરંતુ સુરક્ષિત રીતે ચાલવું ખૂબ જ જરૂરી છે. આજના સમયમાં લોકો રસ્તાઓ પર આડેધડ વાહનો ચલાવતા જોવા મળે છે અને આ જ કારણ છે કે અકસ્માતના કિસ્સાઓ પણ સતત વધી રહ્યા છે. માર્ગ અકસ્માતો સંબંધિત ઘણા અહેવાલો દર્શાવે છે કે એકલા ભારતમાં દર વર્ષે હજારો લોકો માર્ગ અકસ્માત (Road Accident) માં મૃત્યુ પામે છે. તેથી જ કહેવાય છે કે રસ્તાઓ પર ચાલતી વખતે હંમેશા સાવચેત રહો, આગળ-પાછળ, જમણે-ડાબે, બધે જ જુઓ, કારણ કે કોણ જાણે ક્યારે કોઈ વાહન ક્યાંથી આવીને તમને ટક્કર મારશે. રોડ એક્સિડન્ટને લગતા વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ(Viral Videos) થતા હોય છે, જે ખૂબ જ આશ્ચર્યજનક હોય છે.

આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, પરંતુ આ વીડિયો ખૂબ જ ફની છે, જેને જોઈને તમે હસી પડશો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ રોડની બાજુમાં ઉભો છે અને તેની પાસે વાંસની સીડી મૂકવામાં આવી છે, જેના પર અન્ય વ્યક્તિ ચડીને ઇલેક્ટ્રિક પોલ પર થોડું કામ કરી રહ્યો હતો, પરંતુ પછી એક બાઇક સવાર આવ્યો અને સીધો અથડાય છે. જેના કારણે સીડી પર ચડતો વ્યક્તિ સીધો નીચે પડી જાય છે.

Tallest Building: તો આ છે અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ ! જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video

બાઇકની સ્પીડ પણ એટલી વધારે છે કે સીડી નીચે ઊભેલો વ્યક્તિ ભાગવાનો પ્રયાસ કરે છે, પરંતુ બાઇક તેની સાથે અથડાય છે અને તે પણ ત્યાં જ પડી જાય છે. હવે તમે જ વિચારો કે જો આવી રીતે બાઇક ચલાવતા હોય તો કોઈ વ્યક્તિ ક્યાંય પણ કેવી રીતે સુરક્ષિત રહી શકે. આવા બાઇક સવારોથી ભગવાન જ બચાવે, આ વાયરલ વીડિયો જોયા પછી તમે પણ કંઈક આવું જ કહેશો.

આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર hersey.dahil16 નામથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 1.4 મિલિયન એટલે કે 14 લાખ વ્યૂઝ મળ્યા છે, જ્યારે 70 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. તે જ સમયે, લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે.

આ પણ વાંચો: Viral Video : કૂતરા માણસોની જેમ લડતા જોવા મળ્યા, આ ફની લડાઈ જોઈને લોકો હસીહસીને લોટપોટ થયા

આ પણ વાંચો: Viral Video: ચીનમાં જંગલી વાંદરાએ ઘરની બહાર રમતા બાળકનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો, જુઓ વિડીયો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article