Viral Video: માત્ર 18 સેકન્ડમાં બે લિટર સોડા પીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, વીડિયો જોઈને તમારા પણ ઉડશે હોંશ !

ઘણીવાર લોકો એવા રેકોર્ડ બનાવે છે, જેના પર વિશ્વાસ કરવો પણ મુશ્કેલ છે. ત્યારે તાજેતરમાં અમેરિકાના (America) એક વ્યક્તિએ અનોખો રેકોર્ડ (World Record) બનાવ્યો છે, જેના વિશે સાંભળીને લોકોના હોંશ ઉડી ગયા હતા.

| Edited By: | Updated on: Aug 16, 2021 | 11:43 AM

Viral Video:  ઘણી વખત આપણે મજાકમાં મિત્રો સાથે એવી કેટલીક શર્ત લગાવીએ છીએ, જેને પૂરી કરતા આપણને પરસેવો આવી જાય છે. પરંતુ એક વ્યક્તિઓ તાજેતરમાં એક એવો રેકોર્ડ બનાવ્યો છે, જેના વિશે સાંભળીને તમારા હોશ ઉડી જશે.

આપને જણાવી દઈએ કે,અમેરિકામાં (America)એક વ્યક્તિએ માત્ર 18 સેકન્ડમાં બે લિટર સોડા પીને વિશ્વ રેકોર્ડમાં (World Record) પોતાનું નામ નોંધાવ્યું છે. એટલું જ નહીં, આ વ્યક્તિએ રેકોર્ડ બનાવતી વખતે પોતાનો વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો.

ઈન્ટરનેટ જગતમાં ખુબ લોકપ્રિય થઈ રહ્યો છે વીડિયો

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં (Video)જોઈ શકાય છે કે, કેવી રીતે એક વ્યક્તિ ખૂબ જ ઓછા સમયમાં બે લિટર સોડા સરળતાથી પીવે છે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ (Internet) જગતમાં ખુબ લોકપ્રિય થઈ રહ્યો છે. આપને જણાવી દઈકે કે,બાદમાં તેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધવામાં આવ્યુ છે. અત્યાર સુધી આ વીડિયોને 15 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.

જુઓ વીડિયો

 

આ વીડિયો જોયા બાદ કેટલાક લોકોએ પ્રતિક્રિયા આપી કે,આ વ્યક્તિ આખા સમુદ્રને પણ પી શકે છે. ઉપરાંત અન્ય કેટલાક લોકોએ કહ્યું કે, પાણી પીવું એક અલગ વસ્તુ છે, પરંતુ આટલા ઓછા સમયમાં સોડા પીવી એ ખરેખર આશ્ચર્યજનક છે. આ સિવાય અન્ય ઘણા લોકો વ્યક્તિનું આ પરાક્રમ(Talent) જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. આપને જણાવવું રહ્યું કે,ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની (Genius Book Of World Record)સત્તાવાર વેબસાઇટ મુજબ, એરિક નામનો આ વ્યક્તિ અમેરિકાના ન્યૂયોર્ક શહેરનો છે અને તે રેપર પણ છે.

 

આ પણ વાંચો: Viral Video: બાળકીના આશ્ચર્યજનક સ્ટંટ જોઈને લોકોના ઉડ્યા હોંશ, વીડિયો જોઈને તમે પણ થઈ જશો આશ્ચર્યચકિત, જુઓ આ Video

આ પણ વાંચો: Funny : રસ્તા વચ્ચે જોરદાર ઝઘડી બે મહિલાઓ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ