Video : યુવક સાઈકલ પર સ્ટંટ કરી રહ્યો હતો, અચાનક કંઈક આવુ થયુ ! વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો

આજકાલ સોશિયલ મીડિયા પર એક સ્ટંટ વીડિયો (Stunt Video)ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવક સાયકલ પર સ્ટંટ કરી રહ્યો હતો, પરંતુ અચાનક તેનું સંતુલન બગડ્યું અને તે રસ્તા પર પડી ગયો. આ વીડિયો જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

Video : યુવક સાઈકલ પર સ્ટંટ કરી રહ્યો હતો, અચાનક કંઈક આવુ થયુ ! વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો
man doing stunt on bicycle
| Edited By: | Updated on: Aug 28, 2021 | 2:14 PM

Viral video: આજકાલ સ્ટંટને લઈને યુવાનોમાં ઘણો ક્રેઝ છે. યુવાનો ક્યારેક બાઇક, ક્યારેક સાઇકલ અથવા કોઇ ભારે વાહન જ્યાં તેઓને તક મળે ત્યાં સ્ટંટ કરતા હોય છે. સોશિયલ મીડિયા (Social media)પર અવારનવાર સ્ટંટના વીડિયો વાયરલ થતા હોય છે,જેમાં કેટલીક વખત તેમને સ્ટંટની ભારે કિંમત ચૂકવવી પડતી હોય છે. ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ (Viral Video)થઈ રહ્યો છે,જેમાં એક વ્યક્તિ સાઇકલ પર સ્ટંટ (Stunt)કરી રહ્યો છે અને અચાનક તેનું સંતુલન બગડી જાય છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક બાળકોની સાઈકલ ચલાવી રહ્યો છે અને તેના પર સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે. પરંતુ બાદમાં તેનું સંતુલન બગડે છે અને તે સાઇકલ સાથે જમીન પર પડી જાય છે. જો કે સદનસીબે રસ્તા પર કોઈ વાહન ન આવતા તેને કોઈ ઈજા થઈ નહોતી.

જુઓ વીડિયો

લોકો આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે, જો કે આ યુવકના ખતરનાક સ્ટંટ (Dangerous stunt) જોઈને લોકોને સમજાતુ નથી કે તેની હિંમતની પ્રશંસા કરવી કે તેની મૂર્ખતા પર હસવું, એક યુઝર્સ પ્રતિક્રિયા આપતા લખ્યુ કે, ‘આપણે આવા સ્ટંટ કરતા પહેલા ઘણી પ્રેક્ટિસ કરવી જોઈએ.’જ્યારે અન્ય યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું કે “આપણે રસ્તા પર આવા ખતરનાક સ્ટંટ ન કરવા જોઈએ.”

તમને જણાવી દઈએ કે,આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી ldHldMyBeer નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 23 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ વીડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

 

આ પણ વાંચો: Viral Video : પર્વત પર ચડતી વખતે ગધેડાનું સંતુલન ખોરવાયું, પછી જે થયુ એ જોઈને તમે પણ દંગ રહી જશો !

આ પણ વાંચો: Viral Video : કિટ્ટુએ નવા ફોનની ડિમાન્ડ કરી તો મમ્મીએ આપ્યો કંઈક આવો જવાબ, વીડિયો જોઈને તમે પણ વિચારતા થઈ જશો !

Published On - 2:11 pm, Sat, 28 August 21