Viral Video : હિરોને હિરોપંતિ કરવી ભારે પડી ! રસ્તા પર ખતરનાક સ્ટંટ કરવાના ચક્કરમાં યુવકના થયા બેહાલ

|

Oct 28, 2021 | 12:11 PM

સોશિયલ મીડિયા પર અવારનવાર સ્ટંટ વીડિયોનો દબદબો રહે છે, આ દિવસોમાં ફરી એક સ્ટંટ વીડિયો ઈન્ટરનેટની દુનિયામાં વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : હિરોને હિરોપંતિ કરવી ભારે પડી ! રસ્તા પર ખતરનાક સ્ટંટ કરવાના ચક્કરમાં યુવકના થયા બેહાલ
Stunt Video Viral On Social media

Follow us on

Viral Video : ઘણીવાર તમે લોકોને રસ્તા પર ખતરનાક સ્ટંટ કરતા પણ જોયા હશે. સ્ટંટ કરવાના ચક્કરમાંઆ લોકો પોતાનો જીવ પણ જોખમમાં મુકતા અચકાતા નથી.સોશિયલ મીડિયા (Social Media) પર આવો જ એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં એક યુવક જે રીતે સ્ટંટ કરી રહ્યો છે,તે જોઈને તમને પણ આશ્વર્ય થશે.

રસ્તા પર ખતરનાક સ્ટંટ કરતા કંઈક આવુ થયુ

આજનું રાશિફળ તારીખ : 10-04-2025
41.7 કરોડ… IPL 2025માં આ મેચને મળી સૌથી વધુ વ્યૂઅરશીપ
RJ મહવશે યુઝવેન્દ્ર ચહલ માટે કહી દીધી મનની વાત ! જુઓ Photos
Ghee For Health : ઉનાળામાં કેટલું દેશી ઘી ખાવું જોઈએ? જાણી લો
IPL 2025 : ધોનીની CSK કેચ છોડવામાં છે નંબર 1
જાણો વાણી કપૂરના પરિવારમાં કોણ કોણ છે, જુઓ ફોટો

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક યુવક રોડ પર બાઇક પર જતો જોવા મળી રહ્યો છે. પરંતુ અચાનક બાઇક પર બેઠેલો યુવક સ્ટંટ (Stunt) કરવા લાગે છે. આ દરમિયાન બંને બાજુથી વાહનો આવતા-જતા હોય છે. થોડા સમય માટે બધું બરાબર ચાલે છે. પરંતુ, અચાનક કંઈક એવું બને છે કે લોકોના હોંશ ઉડી જાય છે. સ્ટંટ કરવાના ચક્કરમાં આ યુવકની બાઈક ડમ્પર સાથે અથડાય છે. આ દિલ ધડક દ્રશ્યો જોઈને યુઝર્સ (Users) પણ ચોંકી ગયા છે.

જુઓ વીડિયો

સ્ટંટ વીડિયો ઈન્ટરનેટની દુનિયામાં વાયરલ

આ સ્ટંટ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો ભારતીય પોલીસ સેવાના અધિકારી રૂપિન શર્માએ ટ્વિટર પર શેર કર્યો છે. આ વીડિયોને (Video) શેર કરતા તેણે લખ્યું, ‘આવું ન કરો, હીરોની હીરોપંતી ગઈ’. આ વીડિયોને અત્યાર સુધીમાં સેંકડો લોકો જોઈ ચૂક્યા છે.

યુઝર્સ યુવકને સલાહ આપી

સોશિયલ મીડિયા પર આ વીડિયો પોસ્ટ થતાની સાથે જ લોકોએ પોતાની પ્રતિક્રિયા (Comments) નોંધાવવાનું શરૂ કર્યું. જેમાં એક યુઝરે લખ્યું કે, જો તમે પણ આવું જ કંઇક કરવાનો ઇરાદો ધરાવતા હોવ તો ધ્યાનથી જુઓ. તે જ સમયે, અન્ય એક વ્યક્તિએ લખ્યું કે મને લાગે છે કે આ વીડિયો જોયા પછી તમારે સમજવું જોઈએ કે રસ્તો અને વાહન તમારું રમતનું મેદાન નથી.

 

આ પણ વાંચો: આવી બોસ બધાને મળે ! અમેરીકાની આ બોસે તેના કર્મચારીઓને આપી એવી ગિફ્ટ કે તેમના આંખોમાંથી આંસુ આવી ગયા

આ પણ વાંચો: Snapchat : ભારતમાં વધ્યો સ્નૈપચેટનો ક્રેઝ, 10 કરોડ સુધી પહોંચ્યો મંથલી યૂઝર્સનો આંકડો

Published On - 12:11 pm, Thu, 28 October 21

Next Article