
આ કિસ્સો આસામના નલબારી વિસ્તારનો છે જ્યાં છૂટાછેડા થયા પછી માનિક અલી નામના યુવકે ચાર ડોલ ભરીને દૂધમાં સ્નાન કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેણે આ સમગ્ર ઘટના કેમેરામાં રેકોર્ડ કરી અને સોશિયલ મીડિયા પર વીડિયો પણ શેર કર્યો. આ વીડિયો થોડી જ વારમાં વાયરલ થઈ ગયો.
માનિક અલીએ વીડિયોમાં દાવો કર્યો હતો કે તેની પત્ની વારંવાર તેના પ્રેમી સાથે ભાગી જતી હતી. માનિકે કહ્યું, “પરિવારની શાંતિ માટે હું દર વખતે ચૂપ રહ્યો.” સ્થાનિકોના જણાવ્યા મુજબ, તેની પત્ની પહેલા બે વાર ઘર છોડીને ગઈ હતી. અંતે બંનેએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવાનું નક્કી કર્યું.
“ગઈકાલે મારા વકીલે મને ફોન કરીને કહ્યું કે છૂટાછેડાનો નિર્ણય થઈ ગયો છે. મને લાગ્યું કે મને હવે સ્વતંત્રતા મળી ગઈ છે, તેથી મેં દૂધમાં સ્નાન કરીને તેની ઉજવણી કરી,” માનિક અલીએ કહ્યું.
વીડિયોમાં માણિક અલી પોતાના ઘરની બહાર પ્લાસ્ટિકની ચાદર પર ઉભા રહીને ચાર ડોલમાંથી દૂધ રેડતા જોઈ શકાય છે. તે મોટેથી કહે છે, “હું આજથી મુક્ત છું!” આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઘણા લોકો તેને “સ્વતંત્રતાની ઘોષણા” માની રહ્યા છે, જ્યારે કેટલાક તેને “ઓવરડ્રામા” કહી રહ્યા છે.
જ્યારે કેટલાક લોકો માણિકના જુસ્સા અને હિંમતની પ્રશંસા કરી રહ્યા છે, ત્યારે ઘણા યુઝર્સ તેને રમુજી અને નાટકીય ગણાવી રહ્યા છે. આ વીડિયો હવે ફક્ત આસામમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.