Viral: એક સાથે સ્કૂટી પર એટલા લોકોને બેસાડીને નીકળ્યો શખ્સ, લોકોએ કહ્યું ‘ઘરે કોઈ રહ્યું છે કે નહીં’

|

Mar 26, 2022 | 9:48 AM

એક જ સ્કૂટી પર એટલા બધા લોકો બેઠા છે કે તેની ગણતરી કરવી મુશ્કેલ છે. લોકો આ વ્યક્તિને માત્ર હેવી ડ્રાઈવર જ નથી કહી રહ્યા પરંતુ વીડિયોની ખૂબ મજા પણ લઈ રહ્યા છે.

Viral: એક સાથે સ્કૂટી પર એટલા લોકોને બેસાડીને નીકળ્યો શખ્સ, લોકોએ કહ્યું ઘરે કોઈ રહ્યું છે કે નહીં
Man Carrying to many child on motorcycle (PC: Instagram)

Follow us on

ટ્રાફિક( Traffic Rule)ના કાયદા અનુસાર, બે કરતા વધુ લોકો બાઇક પર સવારી કરી શકે નહીં અને બંને લોકોએ હેલ્મેટ પહેરવું જરૂરી છે, પરંતુ ઘણા લોકો તેમના ફાયદા માટે કંઈપણ કરવા તૈયાર હોય છે. કેટલીકવાર લોકો આ માટે પોતાનો જીવ પણ જોખમમાં મુકી દે છે. આવો જ એક કિસ્સો તાજેતરના દિવસોમાં સામે આવ્યો છે. જેમાં એક યુવક કાયદાનો ભંગ કરતો જોવા મળે છે. એક જ સ્કૂટી પર એટલા બધા લોકો બેઠા છે કે તેની ગણતરી કરવી મુશ્કેલ છે. લોકો આ વ્યક્તિને માત્ર હેવી ડ્રાઈવર જ નથી કહી રહ્યા પરંતુ વીડિયો (Funny Video)ની ખૂબ મજા પણ લઈ રહ્યા છે.

વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બાઇક પર એટલા બધા લોકો બેઠા છે કે તેની ગણતરી કરવી મુશ્કેલ છે. આટલું જ નહીં, તે શખ્સ રસ્તા પર તેજ ગતિએ જતો જોવા મળે છે. જો કે, આ યુવક માટે આ એક ખતરનાક સ્ટંટ ગેમ જેવું લાગે છે, પરંતુ જો તે ક્યાંક પડી જાય તો તેને ગંભીર ઈજાઓ પણ થઈ શકે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ભીડવાળા રસ્તા પર ઘણા બાળકોને સ્કૂટી પર સ્કૂલે લઈ જઈ રહ્યો છે. આ સાથે તેણે બેગ પણ આગળ રાખી છે. સાથે જ તેણે સ્કૂટીની પાછળ પાંચ બાળકોને પણ બેસાડ્યા છે. આમાં એક બાળક ઊભું છે, તો એક છોકરી અડધી લટકેલી છે. વિચારવા જેવી વાત એ છે કે જો સંતુલન સહેજ પણ બગડી જાય તો તેનું પરિણામ બધા માટે ખતરનાક બની શકે છે.

આ વીડિયોને himanshutiwari68 નામના વ્યક્તિએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. તે જ સમયે, વીડિયોને અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ પોસ્ટ પર ઘણા લોકો પોતાના સૂચનો આપી રહ્યા છે કે સાવધાનીથી વાહન ચલાવો, આ બિલકુલ યોગ્ય નથી. તો આ વીડિયો વિશે તમારો શું અભિપ્રાય છે અને કોમેન્ટ કરીને જણાવો.

આ પણ વાંચો: Tech News: યુઝર્સ હવે Google સર્ચ દ્વારા ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ બુક કરી શકશે, જાણો સંપૂર્ણ વિગતો

આ પણ વાંચો: Viral: સ્ટંટના ચક્કરમાં યુવક જોરદાર પછડાયો, વીડિયો જોઈ લોકોએ કહ્યું ‘કિનારે આવીને ડૂબ્યો’

Next Article