Amazing Video : રિયલ લાઈફમાં થયા ‘વાસુદેવ’ના દર્શન, ટોપલીમાં નાની જીંદગીને બચાવવા પાણીમાં ગરદન સુધી જતા જોવા મળ્યો વ્યક્તિ

|

Jul 19, 2022 | 9:18 AM

વાસુદેવ અને ભગવાન કૃષ્ણની યાદ અપાવતો આ અદ્ભુત વીડિયો (Amazing Video) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ઈન્સ્પાયર્ડ આશુ નામના આઈડીથી શેર કરવામાં આવ્યો છે. માત્ર 28 સેકન્ડનો આ વીડિયો લોકોના દિલને સ્પર્શી ગયો.

Amazing Video : રિયલ લાઈફમાં થયા ‘વાસુદેવ’ના દર્શન, ટોપલીમાં નાની જીંદગીને બચાવવા પાણીમાં ગરદન સુધી જતા જોવા મળ્યો વ્યક્તિ
man carries a months old baby over his head in a basket in flood affected village

Follow us on

તમે ‘કૃષ્ણ લીલા’ જોઈ હશે અથવા ભગવાન કૃષ્ણના જન્મ (Lord Krishna) વિશે ક્યાંક વાંચ્યું હશે કે કેવી રીતે તેમનો જન્મ જેલમાં થયો અને પછી તેમના પિતા વાસુદેવ તેમને ટોપલીમાં લઈને ત્યાંથી ચાલ્યા ગયા. આ દરમિયાન તેણે માથે ટોપલી રાખીને ગરદન સુધીના પાણી સાથે યમુના નદી પાર કરી હતી. સીરિયલમાં દેખાડવામાં આવેલા આ સીન જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

આ ચમત્કાર હજારો વર્ષ પહેલા એટલે કે દ્વાપર યુગમાં થયો હતો, પરંતુ આજે પણ કલયુગમાં આવા દ્રશ્યો ક્યારેક જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આજકાલ એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેને જોઈને લોકો વાસુદેવ અને શ્રી કૃષ્ણને યાદ કરી રહ્યા છે. ફરક માત્ર એટલો છે કે ત્યારે યમુના નદીના પાણીમાં વધારો થતો હતો અને આજે પૂરના પાણી સર્વત્ર તબાહી મચાવી રહ્યા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વીડિયો અહીં જૂઓ…….

વીડિયોમાં તમે જોઈ શકો છો કે પૂરના પાણીમાં એક માણસ ઊભો છે અને તેની છાતી સુધી પાણી ભરાઈ ગયું છે. આ પાણીમાં તેણે પોતાના માથા પર એક ટોપલી રાખી છે, જેમાં એક નાની બાળકી છે, જેની ઉંમર લગભગ એક મહિના જણાવવામાં આવી રહી છે. આ દરમિયાન પુરુષની સાથે એક મહિલા અને અન્ય એક વ્યક્તિ છે, જે તેની સાથે ચાલી રહ્યા છે. જોઈ શકાય છે કે જેમ-જેમ વ્યક્તિ આગળ વધી રહી છે. તેમ પૂરનું પાણી તેની ગરદન સુધી પહોંચે છે. તે તેની નાની છોકરી માટે આશ્રયની શોધમાં આ ડૂબી ગયેલા પાણીમાં ભટકી રહ્યો હશે અથવા સલામત સ્થળે જવાનો પ્રયાસ કરી રહ્યો હશે. આ વીડિયો તેલંગાણાના એક ગામનો જણાવવામાં આવી રહ્યો છે, જ્યાં લોકો પૂરથી ત્રસ્ત છે. ભારે વરસાદ અને પૂરના પાણી લોકો માટે જીવલેણ સમસ્યા બની ગયા છે.

વાસુદેવ અને ભગવાન કૃષ્ણની યાદ અપાવતો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર Inspired Ashu નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે. માત્ર 28 સેકન્ડનો આ વીડિયો લોકોના દિલને સ્પર્શી ગયો. વીડિયોના કેપ્શનમાં ‘વાસુદેવ’ બનેલા વ્યક્તિને ‘રિયલ લાઈફ બાહુબલી’ ગણાવ્યો છે, જ્યારે કોમેન્ટમાં કોઈ તેને ‘રિયલ હીરો’ તો કોઈ ‘વાસુદેવ’ કહી રહ્યું છે.

Next Article