Viral: કડકડતી ઠંડીમાં નહાવા માટેનો બેસ્ટ જુગાડ, લોકોએ કહ્યું આને કોણ સમજાવે!

|

Jan 13, 2022 | 10:23 AM

આ ફની વીડિયો IPS ઓફિસર રુપિન શર્માએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, 'મારું ભારત મહાન છે. ટેલેન્ટેડ ભારત'.

Viral: કડકડતી ઠંડીમાં નહાવા માટેનો બેસ્ટ જુગાડ, લોકોએ કહ્યું આને કોણ સમજાવે!
(Viral Video Image)

Follow us on

ઠંડા (Cold)વાતાવરણમાં નહાવું એ યુદ્ધ જીતવા બરાબર છે. જ્યાં ઉનાળાની ઋતુમાં લોકો દિવસમાં 2-3 વખત સ્નાન કરે છે, જ્યારે ઠંડીમાં પણ એક વખત નહાવાનું ભારે લાગે છે. ઘણા એવા લોકો છે જે ઘણા દિવસો સુધી સ્નાન કરતા નથી. તમે ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે ઠંડીમાં નહીને મરી જવું છે જીવતા રહેશું તો ગરમીમાં પણ નહાશું. કોઈને શરદી હોય છે અને ઉપરથી ઠંડા પાણીથી નહાવું પડે તો મુશ્કેલ થઈ જાય છે, પરંતુ જરા વિચારો કે આ ઠંડીમાં કોઈ ખુલ્લામાં એટલે કે તળાવ કે નદીમાં નહાતું હોય તો. આ સાંભળીને માણસને ઠંડી ચડી જાય છે.

જો કે આજકાલ સોશિયલ મીડિયા (Social Media)પર આવો જ એક વીડિયો ખૂબ વાયરલ (Viral Videos) થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ મોટા તળાવ કે નદીમાં સ્નાન કરી રહ્યો છે, પરંતુ તેણે ઠંડીથી બચવા માટે જે જુગાડ લગાવ્યો છે, તે અદ્ભુત છે. વીડિયો જોયા પછી ચોક્કસ તમને પેટ પકડીને હસવું આવશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ભારતીય લોકોના જુગાડને કોઈના પહોંચી શકે, તેઓ દરેક વસ્તુમાં જુગાડ શોધે છે અને અમુક જુગાડ બહુ વિચિત્ર હોય છે. આવો જ એક વિચિત્ર જુગાડ વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ પાણીમાં સ્નાન કરી રહ્યો છે અને તેની સામે કઢાઈ જેવામાં કંઈક સળગી રહ્યું છે. ન્હાતી વખતે તે વચ્ચે-વચ્ચે આગમાં તાપી રહ્યો છે. તે પાણીમાં ડૂબકી મારે છે અને બહાર આવતાની સાથે જ તે ઝડપથી તાપવા લાગે છે.

આ ફની વીડિયો IPS ઓફિસર રુપિન શર્માએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘મારું ભારત મહાન છે. ટેલેન્ટેડ ભારત’. સાથે જ વીડિયોમાં લખ્યું છે કે, ‘આટલા હોનહાર લોકો માત્ર ભારતમાં જ કેમ જન્મ્યા છે’. માત્ર 15 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં અઢી હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.

ઘણા લોકોએ વીડિયો જોયા પછી ફની કમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે લખ્યું છે, ‘અખંડ જ્ઞાની’, જ્યારે બીજા યુઝરે કોમેન્ટ કરી છે કે, ‘જુગાડમાં ભારતીયોને કોઈ હરાવી શકે નહીં’. તેવી જ રીતે અન્ય એક યુઝરે લખ્યું છે કે, ‘જરૂરિયાત શોધની જનની છે’.

આ પણ વાંચો: Corona Cases in Mumbai: ચાર દિવસ બાદ મુંબઈમાં કોરોના કેસમાં ઉછાળો, પોઝિટિવિટી રેટ 24.3 ટકા

આ પણ વાંચો: દાંત અને બ્લૂટૂથને શું લેવા દેવા ? શા માટે કહેવાય છે બ્લૂટૂથ, જાણો તેના નામ પાછળની કહાની

Published On - 9:46 am, Thu, 13 January 22

Next Article