ઇન્ટરનેટની દુનિયામાં આમ તો રોજ કોઇને કોઇ વીડિયો વાયરલ થઇ જાય છે. પરંતુ કેટલાક વીડિયો ખાસ ચર્ચાનો વિષય બની જાય છે. તેવામાં જ હાલ ઇન્ટરનેટ પર એક મેનાનો વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર પ્રદૂષણ અને તેના ગંભીર પરિણામોને લઇને ચર્ચાઓને વેગ આપ્યો છે.
અફરોઝ શાહ નામના ટ્વીટર યૂઝરે પ્લાસ્ટિકના પેકેટમાં માથુ ફસાયા બાદ પોતાના જીવન માટે સંઘર્ષ કરતી મેનાનો 19 સેકન્ડનો વીડિયો શેયર કર્યો છે. જેને જોઇને લોકોને સમજ આવી રહ્યુ છે કે માણસો દ્વારા કરેલી હરકતો અન્યોના જીવન પર ભારી પડે છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે કઇ રીતે આ મેના પ્લાસ્ટિકના એક પેકેટમાં ફસાયેલી છે. તેણે પોતાની જાતને પેકેટમાંથી મુક્ત કરવા દરેક સંભવ પ્રયત્નો કર્યા. તેવામાં એક વ્યક્તિએ મેનાને જોઇ અને તેના માથા પરથી પેકેટ હટાવીને તેનો જીવ બચાવ્યો. અફરોઝ શાહે વીડિયોના કેપ્શનમાં લખ્યુ કે, પ્લાસ્ટિક પ્રદૂષણના કારણે પશુ પક્ષી ખૂબ પીડિત છે. સોશિયલ મીડિયા પર વીડિયયો વિશે જાણકારી આપતા કહેવામાં આવ્યુ કે જંગલમાં મેના સ્નેક્સના પેકેટમાં ફસાઇ ગઇ હતી.
A Myna bird – in a forest- trapped in a snacks packet – single use multi layer packaging (MLP ).
Produce, Buy , Eat and litter .
Our volunteer freed it in the SGNP forest.
And then these hapless species fight to live on.@RandeepHooda @UNEP @PoojaB1972 pic.twitter.com/WPXl6kupIE
— Afroz shah (@AfrozShah1) August 19, 2021
हमे सोचना चाहिये हम जो प्लास्टिक युज कर रहे है वो साही जगाह पर जाय । पशु पक्षियों को ये प्रॉब्लेम नाही झेलना पडे. ये हमारी जुमेदारी है के वे खुल कर अपनी जिंदगी जी पाए।
— Snehal Singh (@SnehalS56736575) August 19, 2021
આ સાથે એ પણ કહેવામાં આવ્યુ કે સિંગલ યૂઝ મલ્ટી લેયર પેકેજિંગ વાળી પ્રોડક્ટ લોકો ખરીદીને ખાય છે અને પછી ખાલી પેકેટને ગમે ત્યાં ફેંકી દે છે. આ પ્રદૂષણ સામે આ મૂંગા પ્રાણીઓ જીવવા માટે લડતા રહ્યા છે. એક યૂઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે, સ્નેક્સ પેકેટ ફેકવાથી તે સમયે આપણને કોઇ અસર નહી થાય પરંતુ અન્ય પ્રજાતિઓને તે પ્રભાવિત કરે છે. એક દિવસ તેની ભરપાઇ આપણે પણ કરવી પડશે. જ્યારે અન્ય યૂઝરે લખ્યુ કે, આપણે આ બધી વાતો પર ધ્યાન આપવુ જોઇએ.
આ પણ વાંચો – Tokyo paralympics :અફઘાનિસ્તાન નહીં પરંતુ તેનો ધ્વજ ટોક્યો પેરાલિમ્પિક્સનો ભાગ હશે, IPCએ કહ્યું – એકતાનો સંદેશ આપશે
આ પણ વાંચો – આ સરળ સ્ટેપ્સને ફોલોવ કરીને WhatsApp ના માધ્યમથી બુક કરો વેક્સિનેશન સ્લોટ