Viral Video: દેવેન્દ્ર ફડણવીસની પત્નીના કમાલના ડાન્સ મુવ્સનો વીડિયો ચર્ચામાં, યુઝર્સે કહ્યું ‘બોલીવુડે તમારી પાસેથી ઘણુ શીખવું જોઈએ’

અમૃતા ફડણવીસે ટ્વીટર પર વીડિયો શેયર કરીને લખ્યું છે તમારા ટેલેન્ટને બતાવો #MoodBanaleya હુકસ્ટેપ ચેલેન્જ લો અને ગીતને હેશટેગનો ઉપયોગ કરીને પોતાની રીલ બનાવો અને તેમાં અમને ટેગ કરો.

Viral Video: દેવેન્દ્ર ફડણવીસની પત્નીના કમાલના ડાન્સ મુવ્સનો વીડિયો ચર્ચામાં, યુઝર્સે કહ્યું બોલીવુડે તમારી પાસેથી ઘણુ શીખવું જોઈએ
Amruta Fadnavis
| Edited By: | Updated on: Jan 09, 2023 | 5:39 PM

મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસ હાલમાં પોતાના નવા સોન્ગ Mood Banaleyaને લઈ ખુબ જ ચર્ચામાં છે. તાજેત્તરમાં જ તેમનું સોન્ગ ‘અજ મેં મૂડ બણા લેયા એએએ, તેરે નાલ હી નચણા વે’ રિલિઝ થયું છે. જેમાં તેમને કમાલના ડાન્સ મુવ્સની સાથે બોલ્ડ લુકની પણ ચર્ચા જોરશોરથી થઈ રહી છે. ફેન્સને તેમનો આ અંદાજ પણ ખુબ જ પસંદ આવી રહ્યો છે. હવે તેમને આ ગીત પર મુવ્સ બતાવતા ફેન્સને Hookstep Challenge આપી છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે કોણ-કોણ આ ચેલેન્જનો સ્વીકાર કરે છે.

અમૃતા ફડણવીસે ટ્વીટર પર વીડિયો શેયર કરીને લખ્યું છે તમારા ટેલેન્ટને બતાવો #MoodBanaleya હુકસ્ટેપ ચેલેન્જ લો અને ગીતને હેશટેગનો ઉપયોગ કરીને પોતાની રીલ બનાવો અને તેમાં અમને ટેગ કરો. 16 સેકન્ડની આ ક્લિપ શેયર થવાની સાથે જ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી આ વીડિયોને 3.5 લાખથી વધારે વખત જોવામાં આવી ચૂક્યો છે, જ્યારે ઘણા લોકોએ તેને લાઈક કર્યુ છે. આ સિવાય ટ્વીટર યુઝર્સ તેની પર કમેન્ટ અને વીડિયોને શેયર કરી રહ્યા છે.

જુઓ અમૃતા ફડણવીસનો વીડિયો

યુઝર્સે કરી કોમેન્ટ

એક યુઝર્સે વીડિયોમાં કમેન્ટ કરતા લખ્યું કે વાઉ મેમ… શું ગજબના મુવ્સ છે. ત્યારે બીજા યુઝરે લખ્યું કે કમાલનો ડાન્સ મેમ. બોલીવુડને તમારી પાસેથી ઘણુ શીખવું જોઈએ. અન્ય એક યુઝરે કહ્યું કે તમે એક મહાન કલાકાર છો. તમારા ટેલેન્ટની સરાહના કરવામાં આવવી જોઈએ.

થોડા દિવસ પહેલા ‘Manike Mage Hithe’નું હિન્દી વર્ઝન ગાયું હતું

અમૃતા ફડણવીસે થોડા દિવસ પહેલા જ ઈન્ટરનેટ સેંશેસનલ હિટ Manike Mage Hithe સોન્ગમાંથી પ્રેરણા લઈને તેનું હિન્દી વર્ઝન ગાયુ હતું. માનિકે માગે હિતે એક શ્રીલંકન ગીત છે જે યુટ્યુબ પર ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. આ ગીતનું હિન્દી વર્ઝન ગાઈને અમૃતા ફડણવીસે તેમના પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેયર કર્યું હતું.

Published On - 5:35 pm, Mon, 9 January 23