Viral : મેગી ‘મિલ્ક શેક’ સોશિયલ મીડિયા પર વાયરલ, યુઝર્સ મેગીનો આ નવો પ્રયોગ જોઈને ભડક્યા !

ખોરાકની બાબતમાં મોટાભાગના લોકોની પસંદગી અલગ હોઈ શકે છે, ત્યારે તાજેતરમાં મિલ્ક શેક મેગીની (Milkshake Maggie) એક તસવીર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યીછે, જેને જોઈને લોકો ખુબ ગુસ્સે થઈ રહ્યા છે.

Viral : મેગી મિલ્ક શેક સોશિયલ મીડિયા પર વાયરલ, યુઝર્સ મેગીનો આ નવો પ્રયોગ જોઈને ભડક્યા !
Maggie Milkshake video viral on social media
| Edited By: | Updated on: Sep 14, 2021 | 12:46 PM

Viral Photos: મેગી નૂડલ્સ એવી વસ્તુ છે કે તેનું નામ સાંભળતા જ લોકોના મોઢામાં પાણી આવી જાય છે. જેનું એક કારણ એ છે કે મેગી ખૂબ જ સરળતાથી અને ખૂબ ઓછા સમયમાં બની જાય છે. તેથી જે લોકો મેગી (Maggie) ખાવાના શોખીન છે. તેઓ તેની સાથે તમામ પ્રકારના નવા પ્રયોગો કરતા જોવા મળે છે. પરંતુ ક્યારેક કેટલાક લોકો એવા પ્રયોગ કરે છે, જે જોઈને ઘણુ આશ્વર્ય થતુ હોય છે.

યુઝર્સ મેગીનો આ નવો પ્રયોગ જોઈને ભડક્યા

ખોરાકની બાબતમાં દરેકની પોતાની અલગ પસંદગીઓ હોય છે. પરંતુ મેગીની આવી રેસીપી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેના પર લોકો ગુસ્સે થતા જોવા મળી રહ્યા છે. આ વિચિત્ર રેસીપી (Recipe) જોયા બાદ લોકો ખૂબ જ ચિડાઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ તસવીર ટ્વિટર યુઝર @mayursejpal દ્વારા શેર કરવામાં આવી છે. તેણે કેપ્શનમાં લખ્યું, “કેટલાક મૂર્ખ લોકોએ મારી સાથે આ શેર કર્યું… મેગી મિલ્ક શેક… ”

જુઓ તસવીર

લોકોએ આપી કંઈક આવી પ્રતિક્રિયા 

તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ

આ વિચિત્ર રેસીપી સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકો ગુસ્સાથી સ્તબ્ધ થઈ ગયા. મેગી સાથે આ અલગ પ્રકારનું કોમ્બિનેશન (Combination) જોયા બાદ એક યુઝર્સ લખ્યુ કે, કેમ લોકોને આ કરવામાં શરમ નથી આવતી. જ્યારે અન્ય યુઝર્સ લખ્યુ કે, મેગી સાથે લોકો જે પ્રકારના પ્રયોગો કરી રહ્યા છે તે હવે સહન કરી શકાશે નહીં.

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ સોશિયલ મીડિયા (Social Media) પર એક મહિલાએ દૂધ સાથે મેગીનો પ્રયોગ કરીને એક રેસીપી પોસ્ટ કરી હતી. જેની સોશિયલ મીડિયા પર ખુબ મજાક ઉડાવવામાં આવી હતી. ત્યારે આ વખતે પણ મિલ્ક શેક મેગીને (Milkshake Maggie) જોઈને લોકો સોશિયલ મીડિયા પર ગુસ્સો કરતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: Video : બેટ્સમેનના શોટને કારણે TV માંથી બહાર આવી ગયો બોલ ! આનંદ મહિન્દ્રાએ વીડિયો શેર કરીને આપી આ પ્રતિક્રિયા

આ પણ વાંચો:  Viral Video : કુતરાને બચાવવા બિલાડીએ કંઈક આવુ કર્યુ , આ મિત્રતા જોઈને તમે પણ આશ્વર્યચકિત થઈ જશો