ટ્રેક પર ચઢી આવેલા હાથીનો જીવ બચાવવા ચાલકે લગાવી ઈમરજન્સી બ્રેક, પછી જુઓ શું થયુ આ Viral Videoમાં

હાથીને બચાવવા માટે લગાવવામાં આવેલી ઈમરજન્સી બ્રેકનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા (social Media) પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં (Viral Video) એક હાથી ટ્રેકની બાજુમાં ઘાસ ખાતો જોવા મળી રહ્યો છે અને ટ્રેનની અંદરથી લોકો પાઈલટ્સ (loco pilots) હાથી-હાથી કહેતા જોવા મળે છે.

ટ્રેક પર ચઢી આવેલા હાથીનો જીવ બચાવવા ચાલકે લગાવી ઈમરજન્સી બ્રેક, પછી જુઓ શું થયુ આ Viral Videoમાં
viral Video
| Edited By: | Updated on: Aug 26, 2021 | 10:41 PM

સોશિયલ મીડિયા (Social Media) પર ઘણી વાર એવા વીડિયો વાયરલ (Viral Video) થાય છે જે તમારુ દિલ જીતી લે છે આવો જ એક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આપણે જોઇએ છીએ કે ઘણી વાર ટ્રેનના પાટા પર, જંગલી પ્રાણીઓ જંગલના એક ભાગથી બીજા ભાગમાં જતા સમયે ઘણી વખત કપાઇ જાય છે. આ ટ્રેન દુર્ઘટનાઓમાં નાના પ્રાણીઓથી લઈને વિશાળ હાથીઓ મરી જાય છે.

 

ઝડપથી લુપ્ત થઇ રહેલા હાથી (Elephant) કેટલા જરુરી છે તે વાતનો ટ્રેન ચલાવી રહેલા એક લોકો પાયલટે (Loco Pilot) પોતાની સમજદારીથી પરિચય આપ્યો. તેણે હાથીને બચાવવા માટે તે કામ કર્યું, જેની ભાગ્યે જ કોઈએ અપેક્ષા રાખી હશે. ટ્રેનમાં હાજર બંને લોકો પાયલોટે અચાનક ટ્રેકની બાજુમાં એક મોટો (Elephant)) જોયો જે બાદ તેણે ચાલતી ટ્રેનમાં ઇમરજન્સી બ્રેક લગાવી, જેથી હાથીને કંઇ ન થાય.

 

હાથીને બચાવવા માટે લગાવવામાં આવેલી ઈમરજન્સી બ્રેકનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા (social Media) પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં (Viral Video) એક હાથી ટ્રેકની બાજુમાં ઘાસ ખાતો જોવા મળી રહ્યો છે.અને ટ્રેનની અંદરથી, લોકો પાઇલટ્સ (loco pilots) હાથી-હાથી કહેતા જોવા મળે છે.પછી ટ્રેનને નજીક આવતા જોઈને હાથી  રસ્તામાંથી હટી જાય છે અને જંગલ તરફ જાય છે.આ ઘટના પશ્ચિમ બંગાળમાં નાગરકાતા-ચલ્સા વચ્ચેની છે.

 

 

લોકો પાયલોટોએ ટ્રેન રોકીને પ્રશંસનીય કામ કર્યું છે.આ વીડિયો નોર્થ ફ્રન્ટિયર રેલવેના અલીપુરદાર ડિવિઝન દ્વારા તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો હતો.ટ્વીટમાં જણાવવામાં આવ્યું કે આ ટ્રેન 03150Dn KanchanKanya Exp spl હતી. જેને લોકો પાયલટ શ્રી ડી.ડોરાઇ અને આસિસટન્ટ લોકો પાયલટ શ્રી પી.કુમાર ચલાવી રહ્યા હતા.જ્યારે તેણે અચાનક ટ્રેક પર હાથી જોયો તો તેણે તરત જ ઈમરજન્સી બ્રેક લગાવી અને ટ્રેનને કાબૂમાં રાખી. તેની સમજને કારણે આજે હાથીનો જીવ બચી ગયો.

 

આ પણ વાંચોViral Video : કોંગ્રેસ નેતાના લગ્નમાં દુલ્હન કાર ચલાવી પહોંચી સાસરે, વીડિયો જોઈને જનતા પણ ખુશ થઈ !

 

આ પણ વાંચોFunny Animal Video : હાથીનો મસ્તીભર્યો અંદાજ જોઈને તમને પણ લાગશે કે આ હાથીને માછલી બનવાનું મન થઈ રહ્યુ છે !

 

આ પણ વાંચો :Viral Photos : સલમાન ખાને કેટરિનાના કાનમાં શું કહ્યું ? વાયરલ થયેલી આ રમુજી તસવીરમાં છુપાયેલું છે રહસ્ય !