Kid Funny Video: શીખવાની કોશિશમાં અચાનક સાઈકલ પરથી પડી ગયો બાળક, પછી થયું કંઈક આવું

આ એકદમ Funny Video છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ફિગન નામના આઈડીથી શેર કરવામાં આવ્યો છે. માત્ર 11 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ 50 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે.

Kid Funny Video: શીખવાની કોશિશમાં અચાનક સાઈકલ પરથી પડી ગયો બાળક, પછી થયું કંઈક આવું
kids viral video
| Edited By: | Updated on: Jul 28, 2022 | 8:49 AM

સોશિયલ મીડિયા પર અવાર-નવાર વિવિધ પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં કેટલાક વીડિયો ખૂબ જ ફની (Funny Video) હોય છે, કેટલાક આશ્ચર્યજનક હોય છે અને કેટલાક વીડિયો લોકોને ઈમોશનલ પણ કરી દે છે. જોકે લોકો મોટે ભાગે રમુજી વીડિયો પસંદ કરે છે. આવો જ એક ફની વીડિયો આજકાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમારા ચહેરા પર આપોઆપ સ્મિત આવી જશે. આ વીડિયો એક બાળકનો છે, જે હમણાં જ સાઈકલ ચલાવતા શીખી રહ્યો છે અને અચાનક પડી ગયો. તે પછી તે કંઈક એવું કરવાનું શરૂ કરે છે જે ભાગ્યે જ લોકોએ ક્યારેય જોયું હશે.

તમે બાળપણમાં સાયકલ ચલાવતા પણ શીખ્યા હશે. સ્વાભાવિક છે કે, કોઈપણ બાળક જ્યારે સાઈકલ ચલાવતા શીખે છે ત્યારે તે ઘણી વખત પડી જાય છે, ઈજા પામે છે, પરંતુ તેમ છતાં હિંમત હારતા નથી અને સાઈકલ ચલાવતા રહે છે. આ વાયરલ વીડિયોમાં પણ કંઈક આવું જ જોવા મળે છે. સાઇકલ ચલાવતી વખતે એક છોકરો અચાનક વળાંક લેવાના ચક્કરમાં પડી જાય છે, પરંતુ સાઇકલ ઉપાડતો નથી, પરંતુ ત્યાં અનોખી રીતે ડાન્સ કરવાનું શરૂ કરે છે. તમે ભાગ્યે જ કોઈ બાળકને આ રીતે પડ્યા પછી ડાન્સ કરતા જોયા હશે.

રમૂજી વીડિયો અહીં જુઓ….

પડી ગયા પછી કર્યા ડાન્સ

જો કે, ઘણા બાળકો એવા હોય છે કે તેઓ પડ્યા પછી ગુસ્સે થઈ જાય છે અને સાયકલ પર જ પોતાનો ગુસ્સો કાઢવા લાગે છે અથવા ગુસ્સે થઈને સાઈકલ ત્યાં જ છોડી દે છે. આ સિવાય પણ ઘણા એવા બાળકો છે જેમને પડવામાં વાંધો નથી. તે ઝડપથી ઉભો થઈ જાય છે અને ફરી એકવાર સાઈકલ ચલાવવાનું શરૂ કરે છે, પરંતુ તમે એવું કોઈ બાળક નહિ જોયું હોય, જે પડી ગયા પછી અચાનક નાચવા લાગે.

આ એકદમ ફની વીડિયો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર Figen નામના આઈડીથી શેર કરવામાં આવ્યો છે. 11 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ 50 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 8 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક કરીને વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી છે.