
Viral Video : સામાન્ય રીતે એવુ કહેવાય છે કે પોતાનામાં વિશ્વાસ રાખો, રસ્તો આપોઆપ જ મળી જશે. સાથે જ જો કોઈ પણ કામ સાચા દિલથી કરવામાં આવે તો અંતે તમને તેમાં સફળતા મળે છે. સોશિયલ મીડિયા (Social Media) પર અવારનવાર બાળકો સંબધિત વીડિયો વાયરલ થતાં જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયો જોઈને યુઝર્સ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. તાજેતરમાં આવો જ એક રસપ્રદ વીડિયો ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે. જેમાં એક બાળકી જે રીતે બાસ્કેટ બોલ (Basket Ball) રમી રહી છે,તે જોઈને તમને પણ આશ્ચર્ય થશે.
ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક નાની છોકરી બાસ્કેટબોલ રમી રહી છે અને તે એટલી શાનદાર રીતે રમી રહી છે કે મોટા ખેલાડીઓનુ પણ કંઈ આવતુ નથી. 2-3 ખેલાડીઓને ડોજ કરતી વખતે તેણે આખરે બોલને બાસ્કેટમાં મૂક્યો. તેની શાનદાર રમત જોઈને તમે ચોક્કસ તેના ફેન બની જશો.આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે.
IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વીટર હેન્ડલ પર આ અદ્ભુત વીડિયો શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યુ કે, ‘ઉંચા કદથી શું થાય છે ? જે પોતાનામાં વિશ્વાસ રાખે છે તે મેદાનમાં જીતે છે. આ વીડિયો જોઈને તમને પણ આ વાત સાચી લાગશે. આ મજેદાર વીડિયો યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
માત્ર 8 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 17 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 2 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે, ‘પોતાની જાત પર વિશ્વાસ રાખવાથી દુનિયા પર વિજય મેળવી શકાય છે’.આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : યુવકે કર્યો ગજબનો સ્ટંટ, Viral વીડિયો જોઈ લોકોને Super Mario ગેમની આવી યાદ