Viral Video : નાની બાળકીએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ, ઈમોશનલ વીડિયો જોઈને લોકો થયા ભાવુક

આ વીડિયો સિંગર મનોજ મુન્તાશીરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. તેણે લખ્યુ છે કે, 'આ વીડિયો જોયા બાદ કદાચ દીકરીઓના જન્મ પર ઢોલ-નગારાં વગાડવાની પરંપરા શરૂ થઈ શકે છે.'

Viral Video : નાની બાળકીએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ, ઈમોશનલ વીડિયો જોઈને લોકો થયા ભાવુક
little girl emotional video goes viral
| Edited By: | Updated on: Feb 04, 2022 | 3:01 PM

Viral Video : દિકરીઓ ફૂલો જેવી હોય છે. જે ઘરોમાં દીકરીઓ છે તેના આંગણામાં ખુશીની સુગંધ આવે છે. પણ અફસોસ ! આજના આધુનિક સમયમાં પણ ઘણા પરિવારોમાં દીકરીઓને બોજ ગણવામાં આવે છે. દિકરીઓનો જન્મ થતાં જ તેઓ નિરાશ થતા જોવા મળે છે. હાલમાં સોશિયલ મીડિયા (Social Media) પર એક બાળકીનો વીડિયો ખુબ વાયરલ (Viral) થઈ રહ્યો છે. આ વીડિયો કવિ અને સિંગર મનોજ મુન્તાશીરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. તેણે લખ્યુ છે કે, ‘આ વીડિયો જોયા બાદ કદાચ દીકરીઓના જન્મ પર ઢોલ-નગારાં વગાડવાની પરંપરા શરૂ થઈ શકે છે.’

હું મારા પિતાને ખૂબ જ યાદ કરું છુ

2 મિનિટ 14 સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોયા બાદ વાયરલ થઈ ગયો છે. વાયરલ વીડિયોમાં એક નાની બાળકી રડતી જોવા મળી રહી છે. આ દરમિયાન બાળકીની માતા તેને પૂછે છે,’તુ કેમ રડે છે ? મેં હજી તને ઠપકો આપ્યો નથી.” આ સાંભળીને છોકરી ફરી રડવા લાગે છે. આ પછી માતા તેને ફરીથી તે જ પ્રશ્ન પૂછે છે. જેના પર છોકરી કહે છે, ‘હું મારા પિતાને ખૂબ જ યાદ કરું છું…’ અને ધ્રૂસકે ધ્રુસકે રડવા લાગે છે. આ પછી છોકરી તેની માતાને તેના પિતા વિશે જે પણ કહે છે, તે સાંભળીને તમારી આંખોમાં આંસુ આવી જશે.

જુઓ વીડિયો

મજેદાર વીડિયો થયો વાયરલ

તમને જણાવી દઈએ કે આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ 12 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. જ્યારે 1500 લોકોએ તેને રીટ્વીટ કર્યું છે અને લગભગ સાડા છ હજાર લોકોએ તેને લાઈક કર્યો છે. આ ઈમોશનલ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે.આ વીડિયો જોયા બાદ ટ્વિટર યુઝર્સ સતત પોતાની પ્રતિક્રિયા (Comments) આપી રહ્યા છે.

એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે,દિકરીઓ પરિવારનું સન્માન હોય છે. જ્યારે અન્ય એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યુ કે, નસીબદાર છે એ લોકો જેમના ઘરમાં લક્ષ્મી હોય છે. અન્ય એક યુઝરે લખ્યુ કે, જો પુત્રો માતા-પિતાનો જીવ છે, તો પુત્રીઓ માતા-પિતાની કિંમત છે.

 

આ પણ વાંચો : VIDEO : લગ્નમાં દુલ્હનના મિત્રોએ આપી અનોખી ભેટ, જોઈને લોકોની આંખો પણ ચાર થઈ ગઈ