Video : આ ટેણિયાએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, વોલીબોલ રમવાનુ ટેલેન્ટ જોઈને યુઝર્સ કહ્યુ” યે બચ્ચા નહી બિજલી હૈ”

આ વીડિયોને IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યુ છે, 'કદ સાથે શું સંબધ, જેની પાસે જુસ્સો અને ઝુનૂન હોય છે, તે જ મેદાનમાં ઉતરે છે'.

Video : આ ટેણિયાએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, વોલીબોલ રમવાનુ ટેલેન્ટ જોઈને યુઝર્સ કહ્યુ યે બચ્ચા નહી બિજલી હૈ
little boy playing volleyball
| Edited By: | Updated on: Jan 16, 2022 | 11:48 AM

Viral Video : તમે સચિન તેંડુલકર વિશે સારી રીતે જાણતા જ હશો, જેને દુનિયામાં ‘ક્રિકેટનો ભગવાન’ માનવામાં આવે છે. તેણે ખૂબ જ નાની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. તેની ઉંમર જોઈને ભાગ્યે જ કોઈએ અનુમાન કર્યું હશે કે આ ખેલાડી દુનિયામાં પોતાનું નામ રોશન કરશે અને એક મહાન ક્રિકેટર તરીકે ઉભરી આવશે, પણ એવુ જ થયું. તેથી જ કહેવાય છે કે માત્ર જુસ્સો અને ઝુનૂન જ દરેક ખેલાડીને આગળ વધવામાં મદદ કરે છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક નાનો છોકરો જે રીતે વોલીબોલ (Volley Ball) રમી રહ્યો છે તે જોઈને તમે પણ દંગ રહી જશો.

વોલીબોલ રમવાનુ ગજબનુ ટેલેન્ટ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક બાળકો વોલીબોલ રમી રહ્યા છે, જેમાં એક છોકરો ઊંચાઈમાં બાકીના છોકરા કરતા નાનો છે, પરંતુ તેની રમવાની રીત એવી છે કે જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જાય છે. તે કૂદીને બોલને હિટ કરતો જોવા મળે છે જાણે તેણે આ રમતમાં નિપુણતા મેળવી લીધી હોય. બાળકનો ઉત્સાહ અને જુસ્સો હાલ સોશિયલ મીડિયા પર છવાયો છે.

 

જુઓ વીડિયો

ટેણિયાએ સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ

તમને જણાવી દઈએ કે, આ વીડિયોને IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘કદ સાથે શું સંબધ, જેની પાસે જુસ્સો અને ઝુનૂન છે, તે મેદાનમાં પ્રવેશ કરે છે’. 11 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 44 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 5 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.

વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે, ‘આ બાળક નહી વીજળી છે’, જ્યારે અન્ય એક યુઝરે કોમેન્ટ કરી કે, ‘મન કે હરે હાર હૈ મન કે જીતે જીત’.આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ આ બાળકની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : Viral: પેરાગ્લાઈડિંગ કરતા યુવતીની હાલત થઈ ખરાબ, ઈન્સ્ટ્રક્ટરને કહ્યું મને નીચે ન જોવા દો

Published On - 11:47 am, Sun, 16 January 22