Video : રિપોર્ટરે બાળકને પૂછ્યુ, તુ મોટો થઈને શું બનીશ ? ટેણિયાનો જવાબ સાંભળીને યુઝર્સ હસીને લોટ પોટ થયા

આજકાલ એક નાના બાળકનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાળક એક પ્રશ્નનો એવો જવાબ આપે છે કે, સાંભળીને તમને પણ હસવુ આવશે.

Video : રિપોર્ટરે બાળકને પૂછ્યુ, તુ મોટો થઈને શું બનીશ ? ટેણિયાનો જવાબ સાંભળીને યુઝર્સ હસીને લોટ પોટ થયા
little boy funny video goes viral
| Edited By: | Updated on: Jan 12, 2022 | 7:07 PM

Funny Video : સોશિયલ મીડિયા પર અવારનવાર બાળકો સંબધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે.જેમાં કેટલાક બાળકોનુ ટેલેન્ટ (Talent)  લોકોના આકર્ષણનુ કેન્દ્ર બને છે. તમે બાળકોના ડાન્સ ,સિંગિગ અને સ્ટંટ વીડિયો જોયા હશે, પણ આજકાલ એક બાળકની અનોખી પ્રતિભા લોકોમાં ચર્ચાનો વિષય બની છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં બાળક જે રીતે ભવિષ્યનુ પ્લાનિંગ (Future Planning) કરી રહ્યો છે,તે સાંભળીને તમને પણ હસવુ આવશે.

ટેણિયાએ સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક રિપોર્ટર તેની બાજુમાં બેઠેલા નાના બાળકને પૂછે છે કે તે મોટો થઈને શું બનવા માંગે છે ? બાળક આ પ્રશ્નનો જવાબ ખૂબ જ સરળ પણ રમુજી રીતે આપે છે, જેની કોઈએ અપેક્ષા પણ ન કરી હોય. છોકરાએ આત્મવિશ્વાસથી કહ્યું, ‘અમે ભણ્યા કે લખ્યા નહીં તો શું બનીશું ? હા, તું મોટો થઈશ તો ઘર વસાવીશ, ખાઈ-પીને મોજ કરીશ ….બે-ત્રણ બાળકો હશે, હવે તમે જ ક્યો આનાથી વધુ શું હોય ? બાળકનો જવાબ સાંભળીને રિપોર્ટર (Reporter) આશ્ચર્યચકિત થઈ જાય છે અને હસવા લાગે છે.

જુઓ વીડિયો

બાળકની યુઝર્સ કરી પ્રશંશા

તમને જણાવી દઈએ કે, આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી bhutni_ke_memes નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતા લખ્યુ કે, બાળકે ભવિષ્યનુ સારૂ એવુ પ્લાનિંગ કર્યુ છે.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, શું બાળકે જવાબ આપ્યો છે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : આ ખેલાડીને હોશિયારી કરવી ભારે પડી, વિરોધી ટીમે સરેઆમ કરી બેઈજ્જતી, જુઓ VIDEO