Video : ટેણિયાએ માસુમ અંદાજમાં લગ્નની ઈચ્છા વ્યકત કરી, વીડિયો જોઈને યુઝર્સ કહ્યુ “ઈતની ક્યા જલ્દી હૈ છોટે “

આ દિવસોમાં એક નાના બાળકનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ છવાયો છે.જેમાં બાળક જે રીતે લગ્ન કરવાની જીદ કરે છે જે જોઈને તમને પણ હસવુ આવશે.

Video : ટેણિયાએ માસુમ અંદાજમાં લગ્નની ઈચ્છા વ્યકત કરી, વીડિયો જોઈને યુઝર્સ કહ્યુ ઈતની ક્યા જલ્દી હૈ છોટે
Little Boy Funny video goes viral
| Edited By: | Updated on: Jan 17, 2022 | 1:47 PM

Funny Video : દરેક વ્યક્તિને નાના બાળકો ખૂબ જ ગમે છે. સોશિયલ મીડિયા (Social Media) પર અવારનવાર બાળકો સંબધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયો પોસ્ટ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે.જેમાં એક બાળક(Little kids) તેના માસુમ અંદાજમાં લગ્ન કરવાની ઈચ્છા વ્યકત કરે છે એટલુ જ નહી તે લગ્નના ફાયદા પણ ગણાવી રહ્યો છે. આ વીડિયો જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

ટેણિયાએ લગ્નના ફાયદા ગણાવ્યા….!

આપણે બધા જાણીએ છીએ કે બાળકો બોલતા પહેલા વિચારતા નથી કે તેઓ શું બોલી રહ્યા છે. તમે અત્યાર સુધી બાળકોને રમકડા કે કંઈ વસ્તુ માટે જીદ કરતા જોયા હશે. પરંતુ આ બાળક થોડુ અલગ છે.તે રમકડાની નહી પણ લગ્નની જીદ કરી રહ્યો છે. આ વીડિયો જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

જુઓ વીડિયો

રમુજી વીડિયોએ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, આ બાળક તેની મમ્મી પાસે લગ્ન કરવાની જીદ કરી રહ્યો છે. બાળક તેની મમ્મીને કહે છે કે, “મમ્મી પ્લીઝ મારા લગ્ન કરાવી દો.” તે પછી તેની મમ્મી પૂછે છે કે શા માટે લગ્ન કરવા છે તારે ? તો ટેણિયો તેની મમ્મીને લગ્નના ફાયદા ગણાવવાનુ શરૂ કરે છે. એ કહે છે કે એક સારી છોકરી હોવી જોઈએ, જે સારું કામ કરે, તેની સાથે તેને રસોઈ બનાવતા આવડતી હોય. આ સાંભળીને તેની મમ્મી પણ હસવા લાગે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી memecentral.teb નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે, ઈતની જલ્દી ક્યા હૈ શાદી કી…જ્યારે અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Viral Video: લાયા નવું ! દુકાનદારે તૈયાર કર્યા કટહલના પકોડા, જોનારના મોંમા આવી ગયું પાણી