શિકારને છોડી એકબીજા સાથે જ લડવા લાગ્યા સિંહ-સિંહણ, ચોંકાવનારો વીડિયો થયો વાયરલ

|

Oct 20, 2022 | 11:54 PM

હાલમાં આવો જ જંગલના શિકારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ પહેલા તમે ચોંકી જશો, પણ પછી હસી હસીને લોટપોટ થઈ જશો.

શિકારને છોડી એકબીજા સાથે જ લડવા લાગ્યા સિંહ-સિંહણ, ચોંકાવનારો વીડિયો થયો વાયરલ
અમરેલી રેન્જમાં વનવિભાગે ત્રણ સિંહોને પૂર્યા પાંજરે (ફાઇલ ફોટો)
Image Credit source: Twitter

Follow us on

Shocking Video : જંગલમાં રોજ અનેક શિકાર થાય છે. સિંહ, વાઘ, ચિંતા જેવા જંગલી ખંખાર પ્રાણીઓ ટકી રહેવા માટે શિકાર કરતા હોય છે. દરેક પ્રાણીની શિકાર કરવાની રીત અલગ અલગ હોય છે. જંગલી પ્રાણીઓના શિકારના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. હાલમાં આવો જ જંગલના શિકારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ પહેલા તમે ચોંકી જશો, પણ પછી હસી હસીને લોટપોટ થઈ જશો.

આ વાયરલ વીડિયોમાં જંગલના દ્રશ્યો જોઈ શકાય છે. સિંહ-સિંહણનું એક ગ્રુપ જંગલી ભેંસનો શિકાર કરી રહ્યા છે. તેમણે તે જંગલી ભેંસને જમીન પર પાડી જ નાંખી છે બસ તેવો જીવ લઈને તેના ખાવાની તૈયારી કરી રહ્યા છે. પણ ત્યાં જ 2 સિંહણ એકબીજા સાથે લડવા લાગે છે. આ લડાઈમાં બીજી સિંહણ પર જોડાય છે. તેની સાથે સાથે 2 સિંહો પણ એકબીજા સાથે લડવા લાગે છે. આ તકનો લાભ ઉઠાવી ઘાયલ જંગલી ભેંસ ત્યાંથી નીકળી જાય છે. સિંહ-સિંહણ લડાઈ કરતા કરતા શિકાર સ્થળથી દૂર જતા રહે છે.  આ વાતનો લાભ લઈ જંગલી ભેંસે પોતાનો જીવ બચાવી લીધો હતો.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @OTerrifying નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. માત્ર 30 સેકેન્ડના આ વીડિયોને 31 લાખ કરતા વધારે વ્યૂઝ મળ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.એક યુઝરે લખ્યુ છે કે, જેનો શિકાર થયો તે પ્રાણી નસીબદાર હતો કે તેનો જીવ બચી ગયો. બીજા એક યુઝરે લખ્યુ છે કે, અંદરોઅંદર લડાઈ કરશો તો હંમેશા ભૂખ્યા રહેશો.

Next Article