
જો કે સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, પરંતુ જે વીડિયો રોમાંચક હોય છે અથવા જંગલ સાથે સંબંધિત હોય છે, ખાસ કરીને લોકો તેને વધુ પસંદ કરે છે. જંગલી પ્રાણીઓ વચ્ચેની રોમાંચક લડાઈ હોય કે પછી જંગલમાં ફરવાનો અનુભવ હોય, આપણને આ વીડિયો દ્વારા બધું જ જોવા મળે છે. આ સમયે આવા જ એક જંગલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક સિંહણ પ્રવાસીઓથી ભરેલી ગાડીમાં ચઢી જાય છે.
વીડિયોમાં કેટલાક પ્રવાસીઓ જંગલ સફારીની મજા માણી રહ્યા છે, ત્યારે અચાનક સામેથી એક સિંહણ કૂદીને તેમની ગાડીમાં ઘૂસી જાય છે અને સીધા જ પ્રવાસીઓની ઉપર પહોંચી જાય છે. આ વીડિયો જોઈને તમારા રૂવાડા ઉભા થઈ જશે. તમે અચંબામાં પડી જશો, પ્રવાસીઓ પણ આ જોઈ દંગ રહી ગયા હતા.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે જંગલ સફારી દરમિયાન ઘણા પ્રવાસીઓ ખુલ્લી જીપમાં ફરી રહ્યા છે. દૂર ઉભેલી સિંહણને એક વ્યક્તિ પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી રહ્યો છે. બીજી જ ક્ષણે કંઈક એવું બને છે જે લોકો ડરથી ધ્રુજી જાય છે. સિંહણ તેની તરફ દોડતી વખતે અચાનક ગાડીમાં કૂદી પડે છે. આ પછી પ્રવાસીઓની હાલત જોવા જેવી છે. જોકે સિંહણ તેમના પર હુમલો કરતી નથી.
New wildlife experience 😬 pic.twitter.com/1J74oTKgWW
— OddIy Terrifying (@OTerrifying) November 8, 2022
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર OddIy Terrifying નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું છે, New wildlife experience. 18 સેકન્ડની આ ક્લિપને 54 લાખથી વધુ વખત જોવામાં આવી છે જ્યારે 1.6 લાખથી વધુ લોકોએ તેને પસંદ કરી છે. આ અંગે યુઝર્સે ઉગ્ર કમેન્ટ પણ કરી છે. કેટલાક યુઝર્સે કહ્યું કે સિંહણ પાળતુ પ્રાણી છે, જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે વીડિયો જોઈને તેઓ અચંબામાં પડી ગયા છે.