Viral Video : સોશિયલ મીડિયા પર એક વીડિયો જોરશોરથી ચાલી રહ્યો છે. આ વીડિયો લિયોનેલ મેસ્સીનો છે. નામ લીધા પછી તેની બાકીની ઓળખાણ કહેવાની જરૂર નથી. પરંતુ, હજુ પણ એવા અહેવાલો છે કે ચીની પોલીસે તેને કસ્ટડીમાં લીધો અને તેની પૂછપરછ કરી. વીડિયોમાં જે દેખાય છે તેના પરથી પણ એવું જ જણાય છે. મેસ્સી બેઇજિંગ એરપોર્ટ પર ચીની પોલીસકર્મીઓથી ઘેરાયેલો છે. જાણે કે તે તેમની કસ્ટડીમાં હોય ? પરંતુ જે જોવા મળી રહ્યું છે તે ખરેખર કંઈક આવું છે. આ માટે પાછળનું સત્ય જાણવું જરૂરી છે. ટ્રેન્ડિંગ ન્યુઝ અહીં વાંચો.
મામલાની સંપૂર્ણ સત્યતા જાણવા માટે એ જાણવું જરૂરી છે કે મેસ્સી ચીન કેમ ગયો ? આંતરરાષ્ટ્રીય ફૂટબોલના આ સુપરસ્ટારને આર્જેન્ટિના અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફ્રેન્ડલી મેચ માટે ચીન જવું પડ્યું. પરંતુ, જ્યારે તે આ માટે બેઇજિંગ એરપોર્ટ પર ઉતર્યો ત્યારે ત્યાં ઉભી રહેલી પોલીસે તેને બહાર નીકળતા અટકાવ્યો હતો.
There’s was passport issue with Messi’s arrival to China causing delay but look at De Paul continuing to body guard Messi, we all need a friend like that, don’t we?
Video🎥 Via @nextonemaybe
— FCB Albiceleste (@FCBAlbiceleste) June 10, 2023
FINALLY 😖😖😖it’s done #messi pic.twitter.com/S8fFey6EZ4
— kk (@nextonemaybe) June 10, 2023
હવે આવું કેમ થયું ? તો મેસીએ પોતે કરેલી એક ભૂલને કારણે આવું બન્યું છે. વાસ્તવમાં મેસી પાસે આર્જેન્ટિના અને સ્પેન બંનેનો પાસપોર્ટ છે. પરંતુ તે ભૂલથી પોતાનો સ્પેનિશ પાસપોર્ટ ચીન લઈ આવ્યો હતો. આ મામલે ઘણો હંગામો થયો હતો, જેના કારણે મેસ્સીને પોલીસે એરપોર્ટ પર થોડો સમય રોક્યો હતો. મામલો ઉકેલાયા બાદ મેસ્સીને વિઝા આપવામાં આવ્યો અને તે એરપોર્ટની બહાર આવ્યો.
જણાવી દઈએ કે મેસ્સીની આ 7મી ચીન મુલાકાત છે. આર્જેન્ટિના અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફ્રેન્ડલી મેચની વાત કરીએ તો તે 15 જૂને બેઈજિંગમાં રમાશે. સારી વાત એ છે કે એરપોર્ટના કડવા અનુભવ બાદ ત્યાંથી બહાર નીકળ્યા બાદ મેસ્સીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દર્શાવે છે કે તેના ચાહકો દુનિયાભરની જેમ ચીનમાં પણ ઓછા નથી.
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો