મોડી રાત્રે સિંહની ગામની શેરીઓમાં લટાર, લોકોમાં પણ તેનો ડર નહીં, જુઓ Viral video

|

Jan 22, 2023 | 5:36 PM

Viral Video : વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે રાતના સમયે એક વિકરાળ સિંહ ગામમાં ઘૂસી ગયો છે અને શેરીઓમાં તે લટાર મારી રહ્યો છે. જો કે તે શિકારની શોધમાં હતો, જે તેને પાછળથી મળ્યો.

મોડી રાત્રે સિંહની ગામની શેરીઓમાં લટાર, લોકોમાં પણ તેનો ડર નહીં, જુઓ Viral video
મોડી રાત્રે સિંહની ગામની શેરીઓમાં લટાર

Follow us on

સિંહને જંગલનો રાજા કહેવાય છે. જો કે સિંહને ખૂબ જ ખતરનાક પ્રાણી માનવામાં આવે છે. આમ તો સિંહો સામાન્ય રીતે જંગલો કે પ્રાણી સંગ્રહાલયમાં જ જોવા મળે છે, પરંતુ કેટલીકવાર તે જંગલોમાંથી બહાર આવીને માનવ વસાહતમાં પણ ઘૂસી જાય છે અને પછી માનવીઓમાં ડર ફેલાવે છે, પરંતુ આજકાલ આવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ગુજરાતનો હોવાનું અનુમાન છે.

જેમાં કેટલાક લોકો સિંહની પાસે નિર્ભયપણે ઉભા રહીને તેનો વીડિયો બનાવતા જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે રાતના સમયે એક વિકરાળ સિંહ ગામમાં ઘૂસી ગયો છે અને શેરીઓમાં તે લટાર મારી રહ્યો છે. જો કે તે શિકારની શોધમાં હતો, જે તેને પાછળથી મળ્યો. તેણે કોઈ પ્રાણીનો શિકાર કર્યો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સિંહ શિકારને ઉપાડીને બીજે ક્યાંક લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે દરમિયાન સિંહની થોડી પાછળ ઉભા રહીને કેટલાક લોકો પોતાના મોબાઈલ પર વીડિયો બનાવી રહ્યા છે. તેમને એ વાતનો કોઈ ડર નથી કે જો સિંહ ફરીને તેમના પર હુમલો કરશે તો તેમનું શું થશે. નવાઈની વાત તો એ છે કે ગામમાં ફરતા સિંહનો વીડિયો બનાવનાર વ્યક્તિ ખૂબ જ હિંમતવાન હોવો જોઈએ, નહીં તો તેણે સિંહ સાથે ફરતી વખતે વીડિયો બનાવવાની હિંમત કરી ન હોત.

સિંહની લટારનો વાયરલ વીડિયો અહીં જુઓ

કાળજુ કંપાવી દે તેવો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર animals_powers નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 25 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે અને પોતાના પ્રતિભાવો પણ આપ્યા છે.

સિંહો સામાન્ય રીતે માનવ વસાહતોમાં જોવા મળતા નથી, પરંતુ ખોરાક અથવા શિકારની શોધમાં ભટકતી વખતે, તેઓ કેટલીકવાર આ વિસ્તારમાં પ્રવેશ કરે છે અને પછી વિનાશ સર્જવાનું શરૂ કરે છે. વેલ, આ વીડિયોમાં આવું કંઈ જોવા મળતું નથી.

Next Article