Viral : જંગલ સફારી પાર્કમાં અચાનક ખુંખાર સિંહ ઘૂસી ગયો કારમાં, વીડિયો જોઈને યુઝર્સ કહ્યુ ” યે તો હોલિવુડ સીન હૈ “

|

Jan 21, 2022 | 5:34 PM

જંગલ સફારી દરમિયાન ખુંખાર સિંહ અચાનક પ્રવાસીની ગાડીમાં ઘૂસી જાય છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Viral : જંગલ સફારી પાર્કમાં અચાનક ખુંખાર સિંહ ઘૂસી ગયો કારમાં, વીડિયો જોઈને યુઝર્સ કહ્યુ  યે તો હોલિવુડ સીન હૈ
Lion enter into tourist vehicle

Follow us on

Viral Video : તમે હોલીવુડની કોઈ ફિલ્મમાં જોયું જ હશે કે સફારી પાર્કમાં (Safari Park) ખુલ્લી કારમાં ફરતી વખતે હિંસક પ્રાણી માણસો પર હુમલો કરે છે. જો કે, આપણે બધા જાણીએ છીએ કે તે માત્ર એક ફિલ્મનો એક ભાગ છે અને તેમાં કોઈ વાસ્તવિકતા હોતી નથી. પરંતુ તેમ છતાં તે દ્રશ્ય જોઈને લોકોના રૂંવાટા ઉભા થઈ જાય છે. હવે જરા વિચારો કે જો ખરેખર કોઈની સાથે આવું થાય તો પછી શું થશે..? આ દિવસોમાં આવો જ એક એવો જ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જંગલ (Forest)  સફારી દરમિયાન બબ્બર સિંહ (Lion) ખુલ્લી કારમાં ઘૂસી જાય છે.

ખુંખાર સિંહ ઘૂસ્યો કારમાં

આ વીડિયો માત્ર 31 સેકન્ડનો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોની શરૂઆતમાં વાહન ચાલક હસતો જોવા મળે છે. પરંતુ બીજી જ ક્ષણે તમે ડ્રાઇવરની પાછળ ઝાડ પર બેઠેલી સિંહણ જોશો. મજાની વાત એ છે કે સિંહણ ડ્રાઈવર પર હુમલો પણ નથી કરી રહી. બાદમાં તમે જોઈ શકો છો કે એક ખુંખાર સિંહ આ કારમાં જ ઘૂસી જાય છે. આ જોઈને કેટલાક લોકો કારમાં બેઠેલી મહિલા પ્રવાસીને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી nature27_12 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ મળી ચુક્યા છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

વીડિયો પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યુ કે, આ દિલધડક દ્રશ્યો જોઈને હું આશ્વર્ય ચકિત થઈ ગયો.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે,બ્બબર શેરે શું એન્ટ્રી કરી છે..! આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Video : દોરડા કૂદતી-કૂદતી આ યુવતી અચાનક સમાઈ ગઈ જમીનમાં ! દિલધડક દ્રશ્યો કેમેરામાં થયા કેદ

Next Article