Viral Video: સિંહને ઉશ્કેરવો આ વ્યક્તિને ભારે પડ્યો, ગુસ્સે થયેલા સિંહે હાલ કર્યા બેહાલ

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક શોકિંગ વીડિયો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિને સિંહને ઉશ્કેરવો ભારે પડી જાય છે.

Viral Video: સિંહને ઉશ્કેરવો આ વ્યક્તિને ભારે પડ્યો, ગુસ્સે થયેલા સિંહે હાલ કર્યા બેહાલ
lion attack on man
| Edited By: | Updated on: Feb 01, 2022 | 5:18 PM

Viral Video:  સોશિયલ મીડિયા પર અવારનવાર પ્રાણી સંબધિત વીડિયો (Animals Video) વાયરલ થતા જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયો જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થઈ જાય છે. જ્યારે કેટલાક વીડિયો જોઈને યુઝર્સ પણ આશ્વર્ય ચકિત થઈ જાય છે. તાજેતરમાં આવો જ એક ખૂબ જ ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં પ્રાણી સંગ્રહાલયમાં પાંજરામાં બંધ બબ્બર સિંહ (Lion) સાથે મસ્તી કરવી એક વ્યક્તિને ભારે પડી જાય છે.

સિંહની મસ્તીના ચક્કરમાં થયુ કંઈક આવુ….!

સિંહની ગર્જના સાંભળીને જંગલના પ્રાણીઓ પણ ધ્રૂજી ઉઠે છે, તેની સાથે એક માણસે મોજ-મસ્તીમાં પોતાનો જીવ દાવ પર લગાવી દીધો હતો.વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પાંજરામાં બંધ સિંહે માણસનો હાથ તેના જડબામાં ફસાવ્યો છે. ઉપરાંત આ વ્યક્તિ પીડાને કારણે જોરથી ચીસો પાડે છે. નજીકમાં હાજર કેટલાક લોકો પથ્થરો ફેંકીને સિંહનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ સિંહ હટતો નથી.આ શોકિંગ વીડિયો હાલ ઈન્ટરનેટ (Internet) પર ધમાલ મચાવી રહ્યો છે.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ વીડિયો માત્ર થોડીક સેકન્ડનો છે, પરંતુ તેને જોયા બાદ કોઈના પણ હદયના ધબકારા વધી શકે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ગુસ્સે થયેલો સિંહ વ્યક્તિનો હાથ છોડવાના મૂડમાં બિલકુલ નહોતો. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર _geowild નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લોકો તેને લાઈક કરી ચૂક્યા છે. યુઝર્સ આ રમુજી વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : Income Tax Slab માં કોઈ રાહત ન મળતા મીમ્સનો થયો વરસાદ, અલ્લુ અર્જૂન સ્ટાઈલમાં જનતા બોલી – ‘મેં ઝૂકેગા નહીં’