દીપડાએ પોતાનું પ્રતિબંબ અરીસામાં જોયું, પછી આપ્યું આવું રિએક્શન

આ ફની વીડિયોને @OTerrifying નામથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, 'દીપડો પોતાને અરીસામાં જોઈને પ્રતિક્રિયા આપે છે'. માત્ર 15 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખ 38 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે.

દીપડાએ પોતાનું પ્રતિબંબ અરીસામાં જોયું, પછી આપ્યું આવું રિએક્શન
leopard viral video
| Edited By: | Updated on: Oct 23, 2022 | 7:21 AM

માનવ ઉપયોગની ઘણી વસ્તુઓ છે, જેનો આપણે રોજ ઉપયોગ કરીએ છીએ, પરંતુ પ્રાણીઓને (Animal Video) કોઈ વસ્તુથી કોઈ મતલબ નથી હોતો અને ન તો તે વસ્તુઓ વિશે તેઓ જાણતા હોય છે. તેઓ માત્ર ખાવા-પીવાની અને સૂવાની જ કાળજી રાખે છે. આટલું તેમના જીવન માટે પૂરતું છે. જો કે પાલતુ પ્રાણીઓને ખાવા-પીવાની કોઈ સમસ્યા હોતી નથી પરંતુ વન્ય પ્રાણીઓને રોજે-રોજ શિકાર કરીને પેટ ભરવું પડે છે. સોશિયલ મીડિયા પર પણ તમને તેમના શિકાર સાથે જોડાયેલા અલગ-અલગ પ્રકારના વીડિયો (Viral Video) જોવા મળશે, પરંતુ આજકાલ એક ખૂબ જ ફની વીડિયો (Funny video) વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમે ચોક્કસ હસવા લાગશો.

આ વીડિયો દીપડાનો (Leopard) છે. તમે આ ભયાનક જંગલી પ્રાણીને જોયા જ હશે. તેઓ શિકાર કરવામાં ખૂબ જ નિપુણ છે. તેઓ હરણ જેવા નાના પ્રાણીઓનો શિકાર કરે છે અને ક્યારેક મોટાં મગરનો પણ શિકાર કરે છે, પરંતુ જે વીડિયો વાયરલ (Viral video) થઈ રહ્યો છે તે જરા અલગ છે, કારણ કે આ વીડિયોમાં દીપડો કોઈ પ્રાણીનો શિકાર નથી, પરંતુ અરીસામાં પોતાની જાતને જુએ છે. ફની વસ્તુઓ કરતો દેખાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, જંગલમાં એક મોટો અરીસો રાખવામાં આવ્યો છે, જ્યાં એક દીપડો આવે છે અને પોતાને અરીસામાં જોઈને ડરી જાય છે અને પછી ઘુરકાટ કરવા લાગે છે. ખરેખર, તેને લાગે છે કે, અરીસાની અંદર કોઈ બીજું પ્રાણી છે. હવે પ્રાણીઓને કાચનું મહત્વ શું ખબર?

જુઓ અરીસો જોઈને દીપડાએ શું કર્યું?

આ ફની વીડિયોને @OTerrifying નામથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘દીપડો પોતાની જાતને અરીસામાં જોઈને આવી પ્રતિક્રિયા આપે છે’.

15 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખ 38 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 10 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. તે જ સમયે, લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું છે કે, દીપડાને ખબર નથી હોતી કે તેઓ પોતાને અરીસામાં જોઈ રહ્યો છે.