જંગલમાં હિંસક પ્રાણીઓની કમી નથી. સિંહ, વાઘ અને દીપડા એવા પ્રાણી છે, જો અન્ય કોઈ પ્રાણી તેમના નજર પર પડી જાય તો તે તેના જીવનનો અંતિમ દિવસ સાબિત થાય છે. ખાસ કરીને હરણ તો કોમળ પ્રાણીઓની શ્રેણીમાં આવે છે અને આ પ્રાણીઓનો અહીં જંગલમાં સૌથી વધુ શિકાર કરવામાં આવે છે. આ સિવાય જો મગરોની વાત કરીએ તો જે રીતે સિંહોને જંગલનો રાજા કહેવામાં આવે છે તે જ રીતે મગરને પણ પાણીનો રાજા કહેવામાં આવે છે.
જો તેઓ પાણીની નીચે હોય, તો તેઓ મોટામાં મોટા પ્રાણીઓને પણ પોતાનો શિકાર બનાવી શકે છે, તો પછી નાના પ્રાણીઓનું શું? જાનવરોને લગતા વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Videos)થતા હોય છે, જેમાંથી કેટલાક ખૂબ જ આશ્ચર્યજનક હોય છે. આવો જ એક ચોંકાવનારો વીડિયો આજકાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક હરણનું બચ્ચુ પહેલા મગર અને પછી ચિત્તાના હુમલાનો શિકાર બને છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક વિશાળ મગર પાણીની બહાર હરણને પોતાનો શિકાર બનાવે છે અને પછી તેને પાણીની અંદર લઈ જાય છે. જો કે હરણ મગરના હુમલામાં બચી જવા અને પાણીમાંથી બહાર નીકળવા માટે પૂરતું નસીબદાર હતું, પણ તેને બહુ ઓછી ખબર હતી કે બહાર બીજી મોટી મુશ્કેલી તેની રાહ જોઈ રહી છે.
હકીકતમાં, પાણીમાંથી બહાર આવતાની સાથે જ એક ચિત્તો હરણના બચ્ચા પર તૂટી પડે છે, જે પહેલાથી જ હરણ માટે ઝાડી પાછળ છુપાયને હુમલાની ફિરાકમાં હોય છે. આ નજારો જોઈને તમને એ કહેવત ચોક્કસ યાદ હશે કે ‘આસમાન સે ગીરે ખજૂર પર અટકે’.
આ આશ્ચર્યજનક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર wildmaofficial નામથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 3 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે હજારો લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. તે જ સમયે, લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે.
આ પણ વાંચો: Viral: ટીવી પર ‘ધ લાઈન કિંગ’ને જોઈને કૂતરાએ પણ કર્યું નમન, લોકોને ખુબ પસંદ આવ્યો વીડિયો
આ પણ વાંચો: Tech News: હવે માત્ર ‘ફીડ’ ના નામથી ઓળખાશે ફેસબુકનું ન્યૂઝ ફીડ, જાણો શું છે કારણ