Foreign Villages: આ ગામમાં છે પાણીની અછત, જાણો તેની જીવનશૈલી વિશે

|

Sep 09, 2022 | 9:51 PM

શું તમે વિદેશ (Foreign Villages) જવા ઈચ્છો છો? તો તેની સંસ્કૃતિ અને રહેણી-કહેણી વિશે જાણવું જરૂરી છે કે તે લોકો કેવી રીતે રહે છે, તેનો પહેરવેશ, ખોરાક બધું જાણવું જરૂરી છે. ત્યાં કેટલી વસ્તુઓ તમને મળી રહેશે અને તમારે ત્યાં કેવી રીતે નિયમો ફોલો કરવા પડશે તે જાણવું જરૂરી છે.

Foreign Villages: આ ગામમાં છે પાણીની અછત, જાણો તેની જીવનશૈલી વિશે
Afghanistan Village

Follow us on

આપણે બધા દેશના વિભિન્ન પ્રાંત તેમજ ગુજરાતમાં ઠેર ઠેર ફર્યા હોઈશું, ઘણી જગ્યાએ જવાનું મન પણ થતું હોય છે પણ તે સ્થાન કે પ્રદેશથી આપણે કેટલા વાકેફ છીએ તે જરૂરી છે. જેમ કે, ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી. એમાં પણ જ્યારે આપણે નવી-નવી વસ્તુઓ જોવાની ઈચ્છા થાય ત્યારે શહેરના લોકોને એક કુતુહલ જાગે કે ગામડાં (Villages) કેવા હશે? તો વિદેશના વિવિધ શહેરને જોઈને અંજાઈ ગયેલાઓના મનમાં ક્યારેક તો સવાલ થયો હશે કે આ શહેર આવુ છે તો તેમના ગામડા કેવા હશે. આજે આપણે વાત કરીએ વિદેશના ગામડાની (Foreign village).

બિઝનેસ કરવા અને ભણવા જતાં લોકો જાણો વિદેશના ગામડા વિશે

શહેરમાં જ જન્મથી મોટા થયેલા લોકો આજકાલ તેમના બાળકોને ગામડાં જોવા માટે લઈ જાય છે. જેથી કરીને તેઓ આપણી સંસ્કૃતિ તેમજ લોકોની રહેણીકરણી અને બોલીથી વાક્ફ થાય. તેવી જ રીતે વિદેશનું પણ છે, ત્યાં પણ ગામડાં આવેલા છે અને તે પણ પોતાની અલગ સંસ્કૃતિ ધરાવે છે. જે લોકો વિદેશ જવા ઈચ્છે છે તેમજ બિઝનેસ કરવા કે ભણવા જવા માટે વિદેશ જવાનું ઈચ્છે છે, તેમણે પણ વિદેશના ગામડાં વિશે જાણવું જોઈએ. કેમ કે જો તમને ત્યાંની સંસ્કૃતિ ફાવે તો તમે ત્યાં રહી શકો છો.

વિદેશમાં જવું હોય તો આટલી વસ્તુઓ જાણો…

શું તમે વિદેશ જવા ઈચ્છો છો? તો તેની સંસ્કૃતિ અને રહેણી-કહેણી વિશે જાણવું જરૂરી છે કે તે લોકો કેવી રીતે રહે છે, તેનો પહેરવેશ, ખોરાક બધું જાણવું જરૂરી છે. ત્યાં કેટલી વસ્તુઓ તમને મળી રહેશે અને તમારે ત્યાં કેવી રીતે નિયમો ફોલો કરવા પડશે તે જાણવું જરૂરી છે. અમે તમને એક વીડિયોના માધ્યમથી તેના ગામડાં વિશે તમને રૂબરૂ કરાવીશું. તમને અહીં ઈંગ્લેન્ડના એક ગામડાંનો વીડિયો આપેલો છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ પણ વાંચો: Foreign Villages: આ ગામના બજારમાં બધી હાથથી બનાવેલી વસ્તુઓ મળે છે, જુઓ વીડિયો

અહીં જુઓ ગામડાંનો વીડિયો….

આજે આપણે અફઘાનિસ્તાનના લોકો વિશે વાત કરીશું, તેમજ તેમની રહેણી-કહેણી અને જીવનશૈલી વિશે જાણીશું. અફઘાનિસ્તાનના આ ગામનું વાતાવરણ એકદમ સ્વચ્છ છે. આ ગામ પહાડોની વચ્ચે આવેલું અને પહાડો પર બરફની ચાદર છવાયેલી રહે છે. અફઘાનિસ્તાનના દેયર ગામમાં પાણીની અછત હોવાથી ત્યાંના લોકોને પાણી ભરવા દૂર જવું પડે છે. પાણી ભરવા જવા માટે ત્યાંના લોકો ગધેડાનો ઉપયોગ કરે છે. દેયરમાં બધા જ મકાનો માટીના બનેલા છે. ઘરમાં લોકો બકરી અને ઘેટાંને રાખે છે. ગામમાં બધાં હળીમળીને રહે છે. અહીં આપેલી માહિતી ફકત તમારા નોલેજ માટે જ છે.

Next Article