
આપણે બધા દેશના વિભિન્ન પ્રાંત તેમજ ગુજરાતમાં (Gujarat) ઠેર ઠેર ફર્યા હોઈશું, ઘણી જગ્યાએ જવાનું મન પણ થતું હોય છે પણ તે સ્થાન કે પ્રદેશથી આપણે કેટલા વાકેફ છીએ તે જરૂરી છે. જેમ કે, ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી. એમાં પણ જ્યારે આપણે નવી-નવી વસ્તુઓ જોવાની ઈચ્છા થાય ત્યારે શહેરના લોકોને એક કુતુહલ જાગે કે ગામડાં (villages) કેવા હશે..? તો વિદેશના વિવિધ શહેરને જોઈને અંજાઈ ગયેલાઓના મનમાં ક્યારેક તો સવાલ થયો હશે કે આ શહેર આવુ છે તો તેમના ગામડા કેવા હશે. આજે આપણે વાત કરીએ વિદેશના ગામડાની (Foreign village).
શહેરમાં જ જન્મથી મોટા થયેલા લોકો આજકાલ તેમના બાળકોને ગામડાં જોવા માટે લઈ જાય છે. જેથી કરીને તેઓ આપણી સંસ્કૃતિ તેમજ લોકોની રહેણીકરણી અને બોલીથી વાક્ફ થાય. તેવી જ રીતે વિદેશનું પણ છે. ત્યાં પણ ગામડાં આવેલા છે અને તે પણ પોતાની અલગ સંસ્કૃતિ ધરાવે છે. જે લોકો વિદેશ જવા ઈચ્છે છે તેમજ બિઝનેસ કરવા કે ભણવા જવા માટે વિદેશ જવાનું ઈચ્છે છે, તેમણે પણ વિદેશના ગામડાં વિશે જાણવું જોઈએ. કેમ કે જો તમને ત્યાંની સંસ્કૃતિ ફાવે તો તમે ત્યાં રહી શકો છો.
શું તમે વિદેશ જવા ઈચ્છો છો? તો તેની સંસ્કૃતિ અને રહેણી-કહેણી વિશે જાણવું જરૂરી છે કે તે લોકો કેવી રીતે રહે છે, તેનો પહેરવેશ, ખોરાક બધું જાણવું જરૂરી છે. ત્યાં કેટલી વસ્તુઓ તમને મળી રહેશે અને તમારે ત્યાં કેવી રીતે નિયમો ફોલો કરવા પડશે તે જાણવું જરૂરી છે. અમે તમને એક વીડિયોના માધ્યમથી તેના ગામડાં વિશે તમને રૂબરૂ કરાવીશું. તમને અહીં ઈંગ્લેન્ડના એક ગામડાંનો વીડિયો આપેલો છે.
કેનેડામાં મોટાભાગની વસતી ગામડામાં રહે છે. આ ગામડામાં નાના-મોટા મકાનો જોવા મળી રહ્યા છે. ખેતરો પણ લીલાછમ દેખાય રહ્યા છે. ત્યાંના લોકો અલગ અલગ પાકોની ખેતી કરે છે અને ખેતી તેમનો મુખ્ય વ્યવસાય છે. આ ગામના લોકો પશુપાલન, મરઘીપાલન, મધ ઉદ્યોગ કરવામાં આવે છે. કેનેડાના આ ગામની 7 ટકા જમીન ખેતી માટે ઉપયોગી છે. આ ગામના લોકો સુંદર હસ્તકળા તૈયાર કરે છે. અહીંનું જીવન શાંત અને શુદ્ધ માનવામાં આવે છે. ગામના લોકો જ્યાં જવું હોય ત્યાં ચાલીને જવાનું પસંદ કરે છે અથવા તો સાયકલનો ઉપયોગ કરે છે. અહીં તહેવારો ધૂમધામથી અને ધાર્મિક પરંપરાઓ સાથે મનાવવામાં આવે છે. અહીં પારસી વિદ્યાલય છે. આ ગામમાં શિક્ષણનું મહત્તવ ખૂબ જ ઓછું છે. દર અઠવાડિયે એકવાર જરૂરિયાત વસ્તુઓનું માર્કેટ ભરાય છે અને જો કોઈ અન્ય વસ્તુ જોઈએ તો નજીકના શહેરમાં જાય છે. અહીં આપેલી માહિતી ફકત તમારા નોલેજ માટે જ છે.