Foreign Villages: આ ગામના લોકો પુષ્કળ પ્રમાણમાં કરે છે સફરજનની ખેતી, જુઓ વીડિયો

શું તમે વિદેશ (Foreign Villages) જવા ઈચ્છો છો? તો તેની સંસ્કૃતિ અને રહેણી-કહેણી વિશે જાણવું જરૂરી છે કે તે લોકો કેવી રીતે રહે છે, તેનો પહેરવેશ, ખોરાક બધું જાણવું જરૂરી છે. ત્યાં કેટલી વસ્તુઓ તમને મળી રહેશે અને તમારે ત્યાં કેવી રીતે નિયમો ફોલો કરવા પડશે તે જાણવું જરૂરી છે.

Foreign Villages: આ ગામના લોકો પુષ્કળ પ્રમાણમાં કરે છે સફરજનની ખેતી, જુઓ વીડિયો
Pakistan
| Edited By: | Updated on: Sep 06, 2022 | 10:10 PM

આપણે બધા દેશના વિભિન્ન પ્રાંત તેમજ ગુજરાતમાં (Gujarat) ઠેર ઠેર ફર્યા હોઈશું, ઘણી જગ્યાએ જવાનું મન પણ થતું હોય છે પણ તે સ્થાન કે પ્રદેશથી આપણે કેટલા વાકેફ છીએ તે જરૂરી છે. જેમ કે, ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી. એમાં પણ જ્યારે આપણે નવી-નવી વસ્તુઓ જોવાની ઈચ્છા થાય ત્યારે શહેરના લોકોને એક કુતુહલ જાગે કે ગામડાં (Villages) કેવા હશે? તો વિદેશના વિવિધ શહેરને જોઈને અંજાઈ ગયેલાઓના મનમાં ક્યારેક તો સવાલ થયો હશે કે આ શહેર આવુ છે તો તેમના ગામડા કેવા હશે. આજે આપણે વાત કરીએ વિદેશના ગામડાની (Foreign village).

બિઝનેસ કરવા અને ભણવા જતાં લોકો જાણો વિદેશના ગામડા વિશે

શહેરમાં જ જન્મથી મોટા થયેલા લોકો આજકાલ તેમના બાળકોને ગામડાં જોવા માટે લઈ જાય છે. જેથી કરીને તેઓ આપણી સંસ્કૃતિ તેમજ લોકોની રહેણીકરણી અને બોલીથી વાક્ફ થાય. તેવી જ રીતે વિદેશનું પણ છે, ત્યાં પણ ગામડાં આવેલા છે અને તે પણ પોતાની અલગ સંસ્કૃતિ ધરાવે છે. જે લોકો વિદેશ જવા ઈચ્છે છે તેમજ બિઝનેસ કરવા કે ભણવા જવા માટે વિદેશ જવાનું ઈચ્છે છે, તેમણે પણ વિદેશના ગામડાં વિશે જાણવું જોઈએ. કેમ કે જો તમને ત્યાંની સંસ્કૃતિ ફાવે તો તમે ત્યાં રહી શકો છો.

વિદેશમાં જવું હોય તો આટલી વસ્તુઓ જાણો…

શું તમે વિદેશ જવા ઈચ્છો છો? તો તેની સંસ્કૃતિ અને રહેણી-કહેણી વિશે જાણવું જરૂરી છે કે તે લોકો કેવી રીતે રહે છે, તેનો પહેરવેશ, ખોરાક બધું જાણવું જરૂરી છે. ત્યાં કેટલી વસ્તુઓ તમને મળી રહેશે અને તમારે ત્યાં કેવી રીતે નિયમો ફોલો કરવા પડશે તે જાણવું જરૂરી છે. અમે તમને એક વીડિયોના માધ્યમથી તેના ગામડાં વિશે તમને રૂબરૂ કરાવીશું. તમને અહીં ઈંગ્લેન્ડના એક ગામડાંનો વીડિયો આપેલો છે.

આ પણ વાંચો: Foreign Villages: નહીં જોયું હોય તમે આવું ગામ, જાણો આ ગામડાની અનેક ખાસિયતો વિશે

અહીં જુઓ ગામડાંનો વીડિયો….

પાકિસ્તાનના આ ગામમાં શહેરની વસ્તીએ ગામમાં ઓછા લોકો રહે છે. આ ગામનું વાતાવરણ એકદમ સ્વચ્છ છે. આ ગામ સુંદર અને આકર્ષિત છે. આ ગામના લોકો ખેતી કરે છે. આ સિવાય ઘેટાં અને બકરીઓ રાખે છે. ઘેટાંનું ઉન વેચીને પૈસા કમાય છે. આ ગામ પહાડોની વચ્ચે આવેલું છે. આ ગામના લોકો હળીમળીને રહે છે. પહાડોની વચ્ચે આવેલા આ ગામમાં સફરજનની ખેતી સૌથી વધુ થાય છે. આ ગામમાં બધાં ધર્મના લોકો રહે છે. અહીં આપેલી માહિતી ફકત તમારા નોલેજ માટે જ છે.