King Cobra Video : સાપની પણ વિવિધ પ્રજાતિઓ હોય છે. એવું માનવામાં આવે છે કે વિશ્વમાં સાપની ઓછામાં ઓછી 2 હજાર પ્રજાતિઓ છે. એકલા ભારતમાં સાપની 200 થી વધુ પ્રજાતિઓ રહે છે. જોકે આ બધી પ્રજાતિઓ ઝેરી નથી. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે તમામ સાપ ઝેરી હોય છે, જ્યારે આવું બિલકુલ નથી. કેટલાક સાપ એવા પણ હોય છે કે જેમાં ઝેર બિલકુલ જોવા મળતું નથી, જ્યારે કેટલાક ખૂબ જ ઝેરી હોય છે. જેમાં કિંગ કોબ્રા અને કરૈત જેવા સાપનો સમાવેશ થાય છે. આજકાલ કિંગ કોબ્રા સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેને જોઈને કદાચ તમને પણ ગૂઝબમ્પ આવી જશે.
આ પણ વાંચો : VIRAL VIDEO: મામૂલી સાપ સમજી વ્યક્તિએ પકડી પૂંછડી, ફેણ ફેલાવી કિંગ કોબ્રા થયો ગુસ્સે
કિંગ કોબ્રાની ગણતરી વિશ્વના સૌથી ઝેરી સાપમાં થાય છે. તેમને પકડવા તો દૂર લોકો તેમની નજીક જવાની ભૂલ પણ કરતા નથી, પરંતુ આ વીડિયોમાં એક વ્યક્તિ કિંગ કોબ્રાને કોઈપણ ડર વગર પકડતો જોવા મળે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે માણસ મહાકાય કોબ્રાને પકડવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે લાકડીની મદદથી તેને પકડે છે, પરંતુ તે સાપ એટલો મોટો હતો કે તેને પકડતી વખતે તેને પરસેવો વળી ગયો. જો કે, તે કોઈક રીતે કોબ્રાને એક થેલીમાં મૂકી દે છે અને તેને લઈ જાય છે અને જંગલમાં છોડી દે છે. ત્યારપછી સાપ પણ દોડતો-દોડતો જંગલમાં પ્રવેશી જાય છે.
King Cobra’s are vital in the food chain for maintaining balance in nature. Here is one nearly 15 feet long rescued & released in the wild.
Entire operation is by trained snake catchers. Please don’t try on your own. With onset of rains, they can be found in all odd places. pic.twitter.com/g0HwMEJwp2
— Susanta Nanda (@susantananda3) May 4, 2023
આ વીડિયો IFS ઓફિસર સુસાંત નંદાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘કુદરતમાં સંતુલન જાળવવા માટે ફૂડ ચેઈનમાં કિંગ કોબ્રા મહત્વપૂર્ણ છે. અહીં લગભગ 15 ફૂટ લાંબા કોબ્રાને બચાવીને જંગલમાં છોડવામાં આવ્યો હતો. સ્નેક કેચરે સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું. મહેરબાની કરીને આવું કરવાનો પ્રયાસ કરશો નહીં.
માત્ર 52 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 15 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે અને વિવિધ કોમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે લખ્યું છે કે, કિંગ કોબરા એ સાક્ષાત મોત છે, જ્યારે બીજા યુઝરે લખ્યું છે કે, ‘આના માટે પણ જીગરની જરૂર છે’. પ્રકૃતિનું રક્ષણ કરનારા આ લોકોને સલામ.
ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…