Kili Paul Video: ‘તુ લગાવે જબ લિપસ્ટિક…’ પર Kili Paul નો ડાન્સ વીડિયો થયો વાયરલ, ચાહકોએ કહ્યું- તમે તો પવન સિંહને પણ ફેલ કરી દિધા

Kili Paul Instagram Video: આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા Kili Paul કેપ્શનમાં લખ્યું, આ વીડિયોની ઘણા લોકો દ્વારા ફરમાઇશ કરવામાં આવી હતી, જો ફેન્સને આ વીડિયો પસંદ આવશે તો વધારે ભોજપુરી સોન્ગ પર રીલ્સ બનાવામાં આવશે.

Kili Paul Video: તુ લગાવે જબ લિપસ્ટિક... પર Kili Paul નો ડાન્સ વીડિયો થયો વાયરલ, ચાહકોએ કહ્યું- તમે તો પવન સિંહને પણ ફેલ કરી દિધા
Kili Paul Video
| Edited By: | Updated on: Jan 13, 2023 | 6:02 PM

Kili Paul Viral Video : તાંઝાનિયાની કિલી પોલ સોશિયલ મીડિયા સ્ટાર તરીકે જાણીતી છે. તેના દરેક ડાન્સ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવે છે અને તે ખૂબ જ ઝડપથી વાયરલ પણ થાય છે. ગત દિવસે કિલીએ ઈન્સ્ટાગ્રામ પર આવો જ એક વીડિયો શેર કર્યો હતો, જેની હવે દરેક જગ્યાએ પ્રશંસા થઈ રહી છે. વાસ્તવમાં, આ વીડિયો ભોજપુરી ગીત ‘તુ લગાવે જબ લિપસ્ટિક’નો છે, જેને ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહે ગાયું છે. યુઝર્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ પણ વાંચો :Viral Video: દુનિયાના સૌથી મુશ્કેલ ડાન્સનો વીડિયો થયો વાયરલ, આ વીડિયો જોઈ તમે પણ ડાન્સ કરવા લાગશો

હવે હું વધુ ભોજપુરી રીલ્સ બનાવીશ- Kili Paul

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી વખતે Kili Paul કેપ્શનમાં લખ્યું, ‘કેટલાક લોકોએ આ ડાન્સ માટે વિનંતી કરી. હવે હું વધુ ભોજપુરી રીલ્સ બનાવીશ.’ જણાવી દઈએ કે કિલી પોલના આ વીડિયોને અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. કિલી પોલ અને તેની બહેન નીમા પોલ ઘણીવાર બોલિવૂડ ગીતો પર એકસાથે લિપ ડાન્સ કરતી જોવા મળે છે.

તેનો આ નવો ટ્રેન્ડિંગ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, જેને જોઈને Kili Paulના મોટાભાગના ભારતીય ચાહકો તેની પ્રશંસા કરી રહ્યા છે. કિલી અને નીમા પોલ જબરદસ્ત એક્ટિંગ કરતા જોવા મળે છે.

સોશિયલ મીડિયા યુઝર્સે પ્રતિક્રિયા આપી

આ વીડિયોમાં ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે હવે આવી રીલ બનાવી છે,’ બીજા યુઝરે લખ્યું, ‘હવે ખેસારી લાલનું ગીત પ્લીઝ ‘, જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘તમે તો પવન સિંહને પણ ફેલ કરી દીધા.’

પીએમ મોદીએ પણ કરી હતી  પ્રશંસા

અત્રે જણાવવાનું કે બોલીવુડના ગીતો પર લીપ સિંક કરનારા કિલી પોલની તો પીએમ મોદી પણ પ્રશંસા કરી ચૂક્યા છે. તાન્ઝાનિયાના ભાઈ બહેન કિલી અને નીમા પોલ સોશિયલ મીડિયા સ્ટાર કહેવાય છે. ભારતીય ગીતો પર લીપ સિંકે તેમને અત્યંત લોકપ્રિય બનાવી દીધા. પીએમ મોદીએ પણ મન કી બાતમાં તેમનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે હાલમાં જ ગણતંત્ર દિવસના અવસરે આપણા રાષ્ટ્રગાન જન મન ગન ગાતો તેમનો વીડિયો ખુબ વાયરલ થયો હતો. બંને ભાઈ બહેનને ખુબ બીરદાઉ છું. કિલી પોલને તન્ઝાનિયામાં ભારતીય દૂતાવાસમાં પણ સન્માનિત કરાયા હતા.