Viral: આફ્રિકી યુવક કાઈલી પોલે હવે આ હિન્દી ગીત પર કર્યું લિપસિંગ, વીડિયો પર જુબિન નૌટિયલે કંઈક આ રીતે કર્યું રિએક્ટ

હાલ તાંઝાનિયાના એક ભાઈ-બહેનની જોડીએ ઈન્ટરનેટ જગતમાં ધૂમ મચાવી છે. કાઈલી પોલે વધુ એક હિન્દી ગીત પર લિપસિંક કરતી વખતે એક વીડિયો શેર કર્યો છે. જે ઈન્ટરનેટની દુનિયામાં છવાયેલ છે.

Viral: આફ્રિકી યુવક કાઈલી પોલે હવે આ હિન્દી ગીત પર કર્યું લિપસિંગ, વીડિયો પર જુબિન નૌટિયલે કંઈક આ રીતે કર્યું રિએક્ટ
Kili paul lip sync to Jubin Nautiyal song (Viral Video Image)
| Edited By: | Updated on: Jan 17, 2022 | 1:33 PM

બોલિવૂડ ફિલ્મો (Bollywood Films) અને ગીતોનો ક્રેઝ આખી દુનિયામાં ફેલાયેલો છે. આ જ કારણ છે કે વિદેશીઓ પણ આપણા દેશના ગીતો પર જોરદાર ડાન્સ કરે છે. સંગીત સાથે હૃદયને જોડતી, તાન્ઝાનિયાની આ ભાઈ-બહેનની જોડી છેલ્લા કેટલાક દિવસોથી તેમના દેશમાં સતત છવાયેલી છે. હિન્દી ફિલ્મોના ગીતો પર લિપસિંગ અને ડાન્સ કરતા બંનેના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જે યૂઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. હવે તાંઝાનિયાના ટિકટોક સ્ટાર કિલી પૉલનો બીજો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ગાયક જુબિન નૌટિયાલ(Jubin Nautiyal)ના ગીત ‘મૈં જિસ દિન ભુલા દૂ’ સાથે લિપસિંક કરતો જોવા મળે છે.

તાંઝાનિયાની ટિકટોક સ્ટાર્સ કાઈલી પોલ અને નીમા હાલ ખુબ વાયરલ થઈ રહ્યા છે. તાજેતરમાં, આફ્રિકાના આ ભાઈએ તેનો બીજો વીડિયો બહાર પાડ્યો છે અને આ વીડિયોમાં, આદિવાસી ડ્રેસ પહેરીને, તે ગાયક જુબીન નૌટિયાલના ગીત ‘મૈં જિસ દિન ભુલા દૂ’ સાથે લિપ-સિંક કરતો જોવા મળે છે.

વીડિયોમાં તેના એક્સપ્રેશન્સ પણ ખરેખર અદ્ભુત લાગે છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને અત્યાર સુધીમાં લાખો વ્યુઝ મળી ચૂક્યા છે. રસપ્રદ વાત એ છે કે જુબિન નૌટિયાલે પોતે આ વીડિયો પર હાર્ટ રિએક્ટ કર્યું છે.

આ વીડિયોને કિલી પોલે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયો જોયા બાદ દરેક વ્યક્તિ તેના જોરદાર વખાણ કરી રહ્યા છે. તાજેતરમાં,  સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની ફિલ્મ ‘શેરશાહ’ નું ગીત ‘રાતા લંબિયાં’ પર પણ આ જોડીએ લિપસિંક કર્યું હતું. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું હતું. ત્યારથી આ જોડીનો ઈન્ટરનેટ પર દબદબો છે. હવે તેનો નવો વીડિયો સામે આવ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

જાણકારી માટે જણાવી દઈએ કે હાલ લોકો જુબીન નૌટિયાલના ગીત ‘મેં જિસ દિન ભુલા દૂ’ના દિવાના છે. #MainJisDinBhulaaDu એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્રેન્ડીંગમાં છે. આ ગીતમાં પબ્લિક એવી રીતે ડાન્સ કરી રહી છે કે ઈન્સ્ટાગ્રામ પર જ આ ટ્રેક પર વીડિયોનું પૂર આવ્યું છે. સામાન્ય લોકોથી લઈને સેલેબ્સ આ ટ્રેન્ડનો હિસ્સો બની રહ્યા છે અને ગીતના લિરિક્સ ગાતા જોવા મળે છે. હવે કાઈલી પોલ પણ આ ટ્રેન્ડનો હિસ્સો બની ગયા છે.

આ પણ વાંચો: લવંડરની ખેતી ખેડૂતો માટે બની રહી છે ફાયદાનો સોદો, રોજગારીની તકોનું પણ થઈ રહ્યું છે સર્જન

આ પણ વાંચો: Viral Video: લાયા નવું ! દુકાનદારે તૈયાર કર્યા કટહલના પકોડા, જોનારના મોંમા આવી ગયું પાણી

Published On - 1:02 pm, Mon, 17 January 22