જ્યારથી રશિયાએ યુક્રેન (Russia Ukraine War)પર હુમલો કર્યો ત્યારથી દુનિયાભરના લોકોને આશા હતી કે કદાચ અમેરિકા જેવા મોટા દેશો આ યુદ્ધને રોકવા માટે હસ્તક્ષેપ કરશે, પરંતુ એવું થયું નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડન યુક્રેન પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ બાઈડન કિવમાં તેમના સૈનિકો મોકલવા તૈયાર નથી કે તેમની તરફથી યુક્રેનને શસ્ત્રો આપવામાં આવ્યા નથી. આ દરમિયાન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર એવું નિવેદન આપ્યું કે તેઓ લોકોના નિશાના પર આવી ગયા.
વાસ્તવમાં, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ પર અમેરિકા તરફથી સતત નિવેદનો આવી રહ્યા છે. દરમિયાન, ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે અમેરિકન રેડિયો કાર્યક્રમ દરમિયાન આ મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપ્યો હતો. આ ત્યારે થયું જ્યારે તેમને કાર્યક્રમમાં પૂછવામાં આવ્યું કે તે આ યુદ્ધ વિશે સામાન્ય માણસના શબ્દોમાં શું કહેશે. તેના જવાબમાં કમલા હેરિસે જે કહ્યું તે લોકોને ઓછું ગમ્યું. આટલું જ નહીં ઘણા યુઝર્સે તેમના પર કટાક્ષ કરતા નિશાન પણ સાધ્યુ હતું.
રિપોર્ટ અનુસાર, કમલા હેરિસે સામાન્ય માણસના શબ્દોમાં તેનો ખુલાસો કર્યો અને કહ્યું કે યુક્રેન યુરોપનો એક દેશ છે. તે રશિયા નામના બીજા દેશની બાજુમાં હાજર છે. રશિયા એક મોટો અને શક્તિશાળી દેશ છે. રશિયાએ યુક્રેન જેવા નાના દેશ પર આક્રમણ કરવાનું નક્કી કર્યું. મૂળભૂત રીતે તે ખોટું છે અને તે દરેક એ વસ્તુ માટે વિરુદ્ધ જાય છે. જેના માટે આપણે ઉભા છીએ. આ પછી હેરિસના આ જવાબથી લોકો અસંતુષ્ટ હતા. લોકોને લાગ્યું કે કમલા હેરિસે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવો જોઈએ.
OH… MY… GOD
Q: “What’s going on in Ukraine?”
Kamala: “Ukraine is a country in Europe. It exists next to another country called Russia. Russia is a bigger country. Russia decided to invade a smaller country called Ukraine so basically that’s wrong.”
pic.twitter.com/gDJDJQVsWb— Greg Price (@greg_price11) March 1, 2022
સોશિયલ મીડિયા પર લોકો કમલા હેરિસના આ અર્થઘટન પર અસહમત હતા અને તેમને ટ્રોલ પણ કર્યા હતા. આટલું જ નહીં, ફોક્સ ન્યૂઝના નિષ્ણાત ટેમી બ્રુસે કહ્યું કે તે મજાક કરી રહી છે અને એવું લાગે છે કે તે એક પેરોડી હતું. આ સિવાય બીજા ઘણા યુઝર્સ પણ સહમત નથી જણાતા. એકે ગુસ્સામાં લખ્યું કે જવાબ આપતી વખતે એવું લાગતું નથી કે આ શબ્દો અમેરિકાના ઉપરાષ્ટ્રપતિના છે.
હાલ માટે, યુએસ પ્રમુખ તેમના સ્ટેન્ડ પર અડગ છે કે તેઓ રશિયા સામે યુદ્ધ લડવા માટે તેમના સૈનિકોને યુક્રેન મોકલશે નહીં. જો કે શરૂઆતમાં યુ.એસ.એ પ્લેન મોકલવાની ઓફર કરી હતી, યુક્રેનિયન પ્રમુખ ઝેલેન્સકીને દેશ છોડવાની સલાહ આપી હતી, જે ઝેલેન્સકીએ નકારી કાઢી હતી. ઝેલેન્સકીએ તે સમયે કહ્યું હતું કે જો કંઈ મોકલવું હોય તો યુદ્ધ લડવા માટે જરૂરી શસ્ત્રો અને અન્ય વસ્તુઓ મોકલો.
આ પણ વાંચો: National Startup Awards: કૃષિ ક્ષેત્રના સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા છો તો 5 થી 15 લાખ રૂપિયા કમાવાની ઉત્તમ તક
આ પણ વાંચો: Tech News: WhatsApp પર મળશે જલ્દી જ આ 10 નવા ફિચર્સ, મેસેજ પર પણ મળશે રિએક્શન ફિચર