કેન્દ્ર સરકાર (Central Government) તરફથી લોકો ડિજિટલ પેમેન્ટ (Digital payment) તરફ વધે તે માટે ખાસ અભિયાન ચલાવાય છે અને આ અભિયાનના લીધે લોકો હવે અલગ અલગ UPI એપ્સ (UPI apps) નો ઉપયોગ કરતા થયા છે. તમે પણ UPI એપનો ઉપયોગ કરતા જ હશો. પણ સાવધાન,,કારણ કે તમારા પર છે સાયબર ઠગની નજર. જાણો કેવી રીતે સાયબર ઠગ તમારી સાથે કરી શકે છે ઠગાઈ. સાયબર ઠગ તમને SMS દ્વારા નકલી બેંક URL કે પેમેન્ટ લિંક મોકલી કરી શકે છે ઠગાઈ (Cyber Crime).
UPI ટ્રાન્ઝેક્શન (UPI transaction) સતત વધી રહ્યા છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (National Payment Corporation of India) ના જણાવ્યા અનુસાર જાન્યુઆરી 2021થી જાન્યુઆરી 2022 દરમિયાન UPI દ્વારા 75.6 લાખ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા. તો આ સમયગાળા દરમિયાન એવરેજ માસિક ટ્રાન્ઝેક્શન 6.3 લાખ કરોડ રૂપિયાનું હતું.
જો તમે પણ નિયમિત રીતે UPIનો ઉપયોગ કરો છો તો તમારે સાયબર ફ્રોડ (Cyber fraud) થી બચવા સાવધાન રહેવું જોઇએ. જેના માટે એ જાણવું જરૂરી છે કે સાયબર ઠગ કેવી રીતે તમને છેતરપિંડીની શિકાર બનાવે છે.
આ પ્રકારના ફ્રોડથી બચવા માટે કેટલીક બાબતોને સમજવી અને ઓનલાઈન પેમેન્ટના નિયમોને જાણવા ખુબ જ જરૂરી છે.. તો ચાલો જાણી લઈએ
– પેમેન્ટ સ્વીકાર કરવા માટે કોઇ QR કોડ સ્કેન કરવા કે રિકવેસ્ટ એક્સેપ્ટ કરવાની જરૂર નથી હોતી.
– OTP, પાસવર્ડ, MPIN, UPI પિન જેવી ચીજો માત્ર ડેબિટ માટે જ જરૂરી હોય છે ક્રેડિટ માટે નહીં.
– આ ઉપરાંત તમારી ફાઇનાન્શિયલ ડિટેલ શેર કરવાને લઇને હંમેશા સતર્ક રહો.
– સ્પામ મેસેજ પર ક્લિક કરવાથી બચો, તેના દ્વારા તમારા ડેટાની ચોરી થઇ શકે છે.
– કોઇપણ રેન્ડમ પેમેન્ટ લિંક પર ક્લિક ન કરો.
બસ આટલી સાવધાની તમારી સલામતી માટે જરૂરી છે.