Kam Ni Vaat: મહિલાઓ માટે મહત્વપૂર્ણ તક, એક અરજી કરો અને મેળવો ફ્રીમાં સિલાઈ મશીન

|

Jun 20, 2022 | 3:43 PM

દેશની મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવા માટે સરકાર મફત સિલાઈ મશીન યોજના ચલાવી રહી છે. આ યોજના અંતર્ગત ફ્રીમાં સિલાઈ મશીન આપવામાં આવી રહ્યા છે.

દેશની મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવા માટે સરકાર મફત સિલાઈ મશીન યોજના ચલાવી રહી છે. પીએમ ફ્રી સિલાઈ મશીન યોજના 2022 (Free Silai Machine Yojana) અંતર્ગત વગર કોઈ ખર્ચે સિલાઈ મશીન આપવામાં આવી રહ્યા છે. એટલે કે દેશની મહિલાઓને સરકાર મફતમાં સિલાઈ મશીન આપી રહી છે. કેન્દ્ર સરકાર દેશની મહીલાઓને આર્થિક રીતે મજબૂત અને સ્વતંત્ર બનાવવા માટે અનેક યોજના(schemes) ચલાવે છે. સરકારના પ્રયત્નો છે કે દેશની મહીલાઓ સ્વતંત્ર બને. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકારે (Central Government) પીએમ ફ્રી સિલાઈ મશીન યોજનાની શરૂઆત કરી. આ યોજનાનો લાભ લેવા માટે માત્ર એક અરજી (Apply for silai machine yojana) કરવાની હોય છે.

યોજનાની મહત્વપૂર્ણ માહિતી

કેન્દ્ર સરકારની આ યોજના દેશના દરેક રાજ્યની 50 હજાર મહિલાઓ માટે તૈયાર કરવામાં આવી છે. પીએમ ફ્રી સિલાઈ મશીન યોજના 2022 અંતર્ગત વગર કોઈ કિંમતે મહિલાઓને સિલાઈ મશીન (Sewing machine) આપવામાં આવે છે. આ સ્કીમ અંતર્ગત અપ્લાય કરનાર મહિલાની ઉંમર 20 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અપ્લાય કર્યા બાદ મહિલાઓને ફ્રિ સિલાઈ મશીન અપવામાં આવે છે.

જો કે આ યોજના હાલ દેશના કેટલાક જ રાજ્યોમાં અમલી કરાઈ છે. જેમાં હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં આ યોજના ચાલે ચાલે છે. આ રાજ્યની મહિલાઓ આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે.

કોણ કરી શકે છે અરજી ?

  • અરજીકર્તા ભારતની નાગરીક હોવી જોઈએ.
  • દેશમાં માત્ર આર્થિક રીતે નબળી મહીલાઓ જ આ યોજનાનો લાભ લઈ શકે છે.
  • મહીલા અરજીકર્તાના પતિની વાર્ષિક આવક 12 હજારથી વધુ ન હોવી જોઈએ.
  • આ યોજના અંતર્ગત વિધવા અને દિવ્યાંગ મહિલાઓ પણ અરજી કરી લાભ લઈ શકે છે.

આવી રીતે કરી શકો છો અરજી

ગામ અને શહેર બંન્ને જગ્યાની મહીલાઓને આ યોજનાનો લાભ મળશે અને તે માટે તમે ઓનલાઈન અરજી (online registration) પણ કરી શકો છો.

  1. સૌથી પહેલા તેની અધિકારીક વેબસાઈટ www.india.gov.in પર જવું.
  2. વેબસાઈટના હોમ પેજ પર તમને ફ્રી સિલાઈ મશીન માટે અરજી કરવાની લિંક મળશે.
  3. લિંક પર ક્લિક કરી આવેદન પત્રની PDF પ્રિન્ટ નીકાળી દો અને તેમાં જરૂરી વિગતો ભરી દો.
  4. આ ઉપરાંત જરૂરી દસ્તાવેજને આ ફોર્મ સાથે અટેચ કરી દો.
  5. ત્યારબાદ ફોર્મને સંબંધિત ઓફિસમાં જમા કરાવી દો.
  6. તમારી અરજીની તપાસ કરવામાં આવશે.
  7. જો તમારા દ્વારા આપવામાં આવેલી માહિતી યોગ્ય હશે તો તમને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવશે.

આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજોની જરૂર પડે છે જેમ કે

  • આધાર કાર્ડ
  • જન્મ પ્રમાણ પત્ર
  • આવકનો દાખલો
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો

Published On - 3:42 pm, Mon, 20 June 22

Next Video