જ્હોન અબ્રાહમને ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ વિષે સવાલ પૂછવામાં આવતા ગુસ્સે થયો, જુઓ વાયરલ વિડીયો

બોલીવુડના 'ફિટનેસ આઇકોન' ગણાતા અભિનેતા જ્હોન અબ્રાહમની આગામી ફિલ્મ 'એટેક'માં જાણીતી અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ અને રકુલ પ્રીત સિંહ પણ પોતાના અભિનયનો જાદુ પાથરતી જોવા મળશે.

જ્હોન અબ્રાહમને ધ કાશ્મીર ફાઇલ્સ વિષે સવાલ પૂછવામાં આવતા ગુસ્સે થયો, જુઓ વાયરલ વિડીયો
John Abraham & Jaqueline Fernandez (File Photo)
| Edited By: | Updated on: Mar 30, 2022 | 7:47 PM

અમે તમને જણાવી દઈએ કે, તાજેતરમાં યોજાયેલી ફિલ્મ ‘એટેક’ની (Attack Film 2022) ઈવેન્ટ દરમિયાન અભિનેતા જ્હોન અબ્રાહમને (John Abraham) વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (The Kashmir Files) વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો. ફિલ્મ ‘એટેક’ની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે જ્હોનને પાપારાઝીઓ દ્વારા આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે અભિનેતાએ સ્પષ્ટપણે આ પ્રશ્નની અવગણના કરી હતી. આ ઘટનાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘એટેક’ ટૂંક સમયમાં જ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની તાજેતરની એક ઇવેન્ટમાં અચાનક જ એક્ટર જોન અબ્રાહમ ખુબ જ ગુસ્સે થઈ ગયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, જ્હોનનો ગુસ્સો એક પત્રકાર પર ભડકી ગયો હતો. ફિલ્મ ‘અટેક’ ઈવેન્ટ દરમિયાન જ્હોન અબ્રાહમને વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ વિશે એક સવાલ પૂછવામાં આવ્યો હતો. આ પછી અભિનેતાએ તેને ‘ઘસાઈ ગયેલો’ પ્રશ્ન કહીને તેને ટાળી દીધો હતો. જ્હોને આ પત્રકારને પહેલેથી જ ચેતવણી આપી હતી કે આવા સવાલો ન પૂછો.

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર પૂછાયેલા સવાલ પર જ્હોન ગુસ્સે થયો હતો

 

આ મુદ્દા અંગે, જ્હોને પાછળથી એમ કહ્યું કે તેણે હજુ સુધી આ ફિલ્મ જોઈ નથી અને તે તેના વિશે વાત કરી શકે તેમ નથી. જ્હોને ગુસ્સામાં કહ્યું કે- ‘તમને ન્યૂઝ ડેસ્ક પર વિવાદ લાવવા માટે કહેવામાં આવે છે, તો તમે અહીં આવીને અમને ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ વિશે જણાવવા માટે કહો છો. અરે હું આ કેમ કરીશ?”

ફિલ્મોમાં એક્શન ઓવરડોઝના પ્રશ્ન પર જ્હોન અબ્રાહમની આ પ્રતિક્રિયા હતી

અભિનેતા જ્હોનને આ પ્રેસ ઇવેન્ટ દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે ‘તમારી ફિલ્મો એક્શનનો ઓવરડોઝ છે. તમે 4-5 લોકો સાથે લડો છો, તે સારું લાગે છે, પછી જ્યારે તમે એક જ સીનમાં 200 લોકો સાથે લડો છો, ત્યારે તે વધુ પડતું થઈ જાય છે.’ જ્હોન આ બાબત પર ગુસ્સે થતો જોવા મળ્યો હતો. જ્હોને તે પ્રશ્નના પલટવારમાં પૂછ્યું કે, ”તમે એટેકની વાત કરો છો? જો નહીં તો માફ કરશો, હું એટેકની જ વાત કરવા માટે આવ્યો છું.”

અમે તમને જણાવી દઈએ કે, આ પ્રેસ કોન્ફ્રન્સ દરમિયાન અભિનેતા જ્હોન અને પત્રકાર વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન જ્હોને કહ્યું કે, ‘મને લાગે છે કે તેઓ હતાશ છે.’ ત્યારબાદ જ્હોને પત્રકારોને ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે ‘તમે લોકો વર્તમાન ફિલ્મ વિશે વાત કરો. અમે એટેકનું પ્રમોશન કરવા માટે આવ્યા છીએ. તો આ ફિલ્મ વિશે પૂછો, અમને પૂછો કે આ ફિલ્મમાં કામ કરવાનો અનુભવ કેવો રહ્યો. પરંતુ લોકો ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ પર સવાલ ઉઠાવી રહ્યા છે. તો કોઈ આ કાર્યવાહી પર સવાલ ઉઠાવી રહ્યું છે. આવું મૂર્ખામીભર્યું કામ મહેરબાની કરીને ન કરો.’

આ પણ વાંચો – હ્રિતિક રોશનની પૂર્વ પત્ની બોયફ્રેન્ડ સાથે ‘ડિનર ડેટ’ પર જતા સોશિયલ મીડિયામાં થઇ ખુબ જ ટ્રોલ