જાપાન વિશે તમે ઘણું સાંભળ્યું હશે કે પછી સોશિયલ મીડિયામાં ત્યાંના વીડિયો જોયા હશે. લોકો જાપાનની લાઈફ સ્ટાઈલ અને સુવિધાઓના વખાણ કરતાં થાકતા નથી. ત્યારે આ બધાની વચ્ચે જાપાનની વાસ્તવિકતા દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા હેન્ડલ ‘X’ પર BALA નામના યુઝર એકાઉન્ટથી આ વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે.
વીડિયોમાં એક યુવક જણાવી રહ્યો છે, કે જાપાનમાં પણ ટ્રેનો મોડી પડવાની સમસ્યા છે. તેણે જણાવ્યું કે, અમે લોકો છેલ્લા દોઢ કલાકથી બુલેટ ટ્રેનની રાહ જોઈ રહ્યા છીએ, પરંતુ હજુ સુધી આવી નથી. તેના સમય કરતાં મોડી ચાલી રહી છે અને હજુ તેને આવવામાં કેટલો સમય લાગશે એ પણ નક્કી નથી. તેમ છતાં લોકો સોશિયલ મીડિયામાં દાવો કરતા હોય છે, કે જો જાપાનમાં ટ્રેન એક મિનિટ પણ મોડી પડે છે, તો સત્તાવાળાઓ માફી માંગે છે, પરંતુ હકીકત જૂદી જ છે, અહીંયા પણ ઈન્ડિયા જેવી જ હાલત છે.
World beyond social media! pic.twitter.com/BJIsfm3lth
— BALA (@erbmjha) November 25, 2024
આ ઉપરાંત વીડિયોમાં ઈન્ટરનેટને લઈને પણ વાત કરી છે, જાપાનમાં 7G ઈન્ટરનેટ આવી ગયું હોવાની વાતો કરવામાં આવે છે, જ્યારે વાસ્તવિકતા એકદમ અલગ છે, જાપાનમાં એરપોર્ટ પર 7G તો છોડો 4G ઈન્ટરનેટના પણ વાંધા છે. ત્યાં 3G ઈન્ટરનેટ આપવામાં આવી રહ્યું છે. ત્યારે આ વીડિયો પરથી જાપાનની રીલ લાઈફ અને રીયલ લાઈફમાં કેટલો તફાવત છે, તે જોઈ શકાય છે.