Weird Food : જલેબી સાથે બટાકાના શાકનું કોમ્બિનેશન, લોકોએ ગુસ્સામાં કહ્યું- ભૂલથી પણ ટ્રાય ન કરો

|

Nov 13, 2022 | 7:13 AM

મીઠાઈનું નામ સાંભળીને આપણે ભારતીયો જલેબી (Jalebi) વિશે વિચારીએ છીએ. ક્રિસ્પી, ઓરેન્જ જલેબી તેમના અનોખા આકાર અને મીઠા સ્વાદ માટે જાણીતી છે. પરંતુ આ દિવસોમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં એક વ્યક્તિએ મસાલેદાર શાક સાથે જલેબી પીરસી હતી. આ જોઈને જલેબી પ્રેમીઓનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો.

Weird Food : જલેબી સાથે બટાકાના શાકનું કોમ્બિનેશન, લોકોએ ગુસ્સામાં કહ્યું- ભૂલથી પણ ટ્રાય ન કરો
weird food viral video

Follow us on

જ્યારે પણ ફૂડ કોમ્બિનેશનની (Food Combination) વાત આવે છે, ત્યારે માત્ર એક જ વસ્તુ ધ્યાનમાં આવે છે કે બે વસ્તુઓને જોડીને એવી વસ્તુ બનાવો કે જે સારી લાગે અને સ્વાદમાં પણ સરસ લાગે, પરંતુ આજના સમયમાં રેસ્ટોરન્ટ હોય કે સ્ટ્રીટ વેન્ડર, દરેક વ્યક્તિ Food Combination કરીને ખોરાક બગાડવામાં વ્યસ્ત છે. કેટલાક મેગી સાથે અને કેટલાક ગોલગપ્પા સાથે પ્રયોગ કરવાનો પ્રયાસ કરે છે, એટલે કે કોઈપણ વાનગીમાં કોઈપણ વસ્તુ ભેળવીને તે તૈયાર કરવામાં આવે છે. આવું જ એક ફૂડ કોમ્બિનેશન આજકાલ ચર્ચામાં છે. એ જોયા પછી તમને પણ ગુસ્સો આવી શકે છે.

મીઠાઈનું નામ સાંભળીને આપણે ભારતીયો જલેબી વિશે વિચારીએ છીએ. ક્રિસ્પી, ઓરેન્જ કોઇલેડ જલેબી તેમના અનોખા આકાર અને મીઠા સ્વાદ માટે જાણીતી છે. તેને ખાવાની અલગ-અલગ રીતો છે. કેટલાક તેને દહીં સાથે ખાવાનું પસંદ કરે છે તો કેટલાકને રબડી સાથે…પરંતુ આ દિવસોમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં એક વ્યક્તિએ મસાલેદાર શાક સાથે જલેબી પીરસી હતી. આ જોઈને લોકોનું મન ખરાબ રીતે ભમી ગયું હતું.

યામી ગૌતમે તેના દીકરાનું રાખ્યુ સંસ્કૃત નામ, જાણો 'વેદાવિદ'નો અર્થ
Fruits Wrapped In Paper: ફળોને કાગળમાં લપેટીને કેમ રાખવામાં આવે છે? જાણો સાચું કારણ
Jioનો જબરદસ્ત પ્લાન ! મળી રહી 98 દિવસની વેલિડિટી, કિંમત માત્ર આટલી
7 કરોડની લક્ઝરી વેનિટી વેનમાં તૈયાર થાય છે અલ્લુ અર્જુન, જુઓ ફોટો
Health Tips : બ્રોકલી ખાવાના છે અઢળક ફાયદા, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-01-2025

અહીં, Weird Food વીડિયો જુઓ

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક સ્ટ્રીટ ફૂડ વિક્રેતાએ જલેબીના બે ટુકડા કર્યા અને બીજી જ ક્ષણે બિચારી જલેબી પર અત્યાચાર કરવામાં આવ્યો. વાસ્તવમાં તેને ખાંડની ચાસણીને બદલે મસાલેદાર બટાકાના શાકમાં બોળવામાં આવી હતી. આ પછી ફૂડ બ્લોગર તે વાનગી ટ્રાય કરે છે. જેને જોઈને સમજાય છે કે તેને તેનો સ્વાદ બિલકુલ પસંદ નહોતો. આ ક્લિપ જોયા બાદ લોકો તેને અત્યાર સુધીનો સૌથી ખરાબ ફૂડ કોમ્બો કહી રહ્યા છે.

આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર whatsupdilli નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી હજારો લાઈક્સ અને લાખો વ્યુઝ મળી ચૂક્યા છે અને લોકો કોમેન્ટ દ્વારા પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘ઓહ માય ગોડ, આ જલેબી સાથે મોટો અત્યાચાર છે.’ અન્ય એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરી અને લખ્યું, ‘એને ખાવાનું બંધ કરો, હું તેને જોઈને કંટાળી ગયો છું.’ અન્ય એક યુઝરે તેના પર કમેન્ટ કરી લખ્યું, ‘તેને ખાધા પછી પેટમાં ચોક્કસ દુખશે.’

Next Article