Viral : કેટલાક રાજ્યોમાં શાળાઓ ખુલતા સોશિયલ મીડિયા પર મીમ્સનો વરસાદ ! જોઈને તમે હસીને લોટપોટ થઈ જશો

કોરોના સંક્રમણ ઘટતા દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ જેવા રાજ્યોની શાળાઓમાં વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યુ છે. ત્યારે ફરીથી શાળાઓ ખુલતા સોશિયલ મીડિયા પર કેટલાક મીમ્સ ટ્રેન્ડ થઈ રહ્યા છે.

Viral : કેટલાક રાજ્યોમાં શાળાઓ ખુલતા સોશિયલ મીડિયા પર મીમ્સનો વરસાદ ! જોઈને તમે હસીને લોટપોટ થઈ જશો
Memes Trending on Social Media
| Edited By: | Updated on: Sep 03, 2021 | 2:00 PM

Viral: દેશમાં કોરોના સંક્રમણ ઘટતા મોટાભાગના રાજ્યોમાં પ્રતિબંધો હટાવવામાં આવ્યા છે, જેમાં કોરોના પ્રોટોકોલ સાથે ઘણા રાજ્યોમાં શાળાઓ ફરીથી ખોલવામાં આવી છે. જેમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ જેવા રાજ્યોની શાળાઓમાં વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ (Offline Education) શરૂ કરવામાં આવ્યુ છે.

જો કે કોરોના પ્રોટોકોલ (Corona Protocol) અનુસાર શાળાઓએ નિયમોનું ચુસ્ત પાલન કરવાનુ રહેશે. ઉપરાંત વિદ્યાર્થીઓ માટે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઈઝરનો ઉપયોગ વગેરે જેવા સાવચેતીનાં પગલાં મૂકવા પર ભાર મુકવામાં આવ્યો છે. ત્યારે હાલ શાળાઓ ફરી ખુલતા સોશિયલ મીડિયા પર મીમ્સનો (Memes) વરસાદ જોવા મળ્યો છે. યુઝર્સ પરેશ રાવલથી લઈને રણબીર કપૂર જેવા અભિનેતાની ફિલ્મના મીમ્સ બનાવીને રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

જુઓ લોકોની પ્રતિક્રિયા

યુઝર્સ માતા પિતાના રિએક્શન પર પણ મીમ્સ બનાવ્યા

 

આ પણ વાંચો: Funny Video : છોકરાએ મરઘીને પરેશાન કરી તો, પક્ષીએ આ રીતે ભણાવ્યો પાઠ ! જુઓ મજેદાર Video

આ પણ વાંચો:  Video : શું તમે ક્યારેય કુતરાને ડાન્સ કરતા જોયા છે ? આ વીડિયોમાં જુઓ કુતરાનો અનોખો અંદાજ !