તમે એ કહેવત તો સાંભળી જ હશે કે ‘ડોન્ટ જજ એ બુક બાય ઈટ્સ કવર’ જેનો અર્થ એ કે તમે બુકને માત્ર તેના કવરથી જજ ન કરી શકો. તેવી જ રીતે કોઈ વ્યક્તિને પણ તેના પહેરવેશથી જજ ન કરી શકાય કારણ કે ઘણી વખત આપણે જોયું છે કે લોકો કોઈકને તેમના પહેરવેશથી જજ કરતા હોય છે. આજકાલ વાયરલ થઈ રહેલ વીડિયો પણ કંઈક આવો જ છે. આ વીડિયોમાં સાડી પહેરેલી એક મહિલા ટ્રેનમાં હિંચકા ખાતી જોવા મળે છે. ત્યારે તેમના ચહેરા પરનો આનંદ કહી જાય છે કે જીવનમાં હંમેશા ખુશ રહેવું જોઈએ.
ઉંમર, ભાષા, પહેરવેશ એ કંઈ મેટર કરતુ નથી બસ જીવનમાં આનંદ હોવો જોઈએ અને આ વીડિયોમાં જોઈ શકાય છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર juuhiraai નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે જેના કેપ્શનમાં લખ્યુ છે કે લોકોને તેમના દેખાવ, કપડાં, ચામડીના રંગ, ભાષા, ધર્મ વગેરેના આધારે જજ ન કરીએ.
આગળ લખ્યુ છે કે ‘હું ગઈકાલે ટ્રેનમાં મહિલાઓના આ અદ્ભુત ગ્રુપને મળી! મને એક ગુજરાતી સ્ત્રી મળી જે ટ્રેનમાં બાળકની જેમ રમતી હતી. કેટલી પ્રેરણાદાયી! જ્યારે આપણે સ્ત્રીઓને સિંદૂર અને સાડી સાથે જોઈએ છીએ, ત્યારે આપણે ઘણી વાર તેમને સ્ટીરિયોટાઈપ માનીએ છીએ. તેઓ રૂઢિચુસ્ત અથવા સંકુચિત માનસિકતાવાળા અથવા ગંભીર અથવા માત્ર ગપસપ માટે સક્ષમ હોવાનું ધારી લઈએ છીએ. શા માટે? આ મહિલાની ભાવના જુઓ! શું વાઇબ! વોટ એ જોય મશીન!
તેણીએ મને તે જ કરવા માટે પ્રેરણા આપી. જેમ હું હંમેશા કહું છું, જ્યારે હું મોટો થઈશ ત્યારે મારે બાળક બનવું છે! આ સુંદર આત્માને મળવાની દરેક ક્ષણ મને ગમતી હતી! હું તમને એવી ઉજવણી કરવા ઈચ્છું છું જ્યાં તમે આવી સકારાત્મક ઉર્જાનો અનુભવ કરો છો! નેકસ્ટ ટાઈમ જ્યારે તમે કોઈને મસ્તી કરતા જોશો, ત્યારે તેને…. હસવા.. રમવા.. ખુશ રહેવા માટે આ રીમાઇન્ડર છે!
સોશિયલ મીડિયાની દુનિયામાં આમ તો ઘણા વીડિયો વાયરલ થતા રહે છે, પરંતુ ઘણા વીડિયો એવા હોય છે જે સીધા દિલને સ્પર્શી જતા હોય છે. આ વીડિયોમાં પણ જીવનને ખુશીથી જીવવાનો એક સુંદર મેસેજ મળે છે.