Viral Video : Whistle Podu પર ધોની અને બ્રાવો ઝૂમ્યો, આઈકોનિક ટાઈટલ ટ્રેકનો વીડિયો થયો વાયરલ

|

Mar 24, 2023 | 5:13 PM

સોશિયલ મીડિયા પર તમામ ટીમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ખેલાડીઓની તૈયારીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. હાલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા એક વીડિયો શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એમએસ ધોની અને ડ્વેન બ્રાવો એક શૂટમાં મસ્તી કરતા જોવા મળી રહ્યાં છે.

Viral Video : Whistle Podu પર ધોની અને બ્રાવો ઝૂમ્યો, આઈકોનિક ટાઈટલ ટ્રેકનો વીડિયો થયો વાયરલ
IPL 2023

Follow us on

31 માર્ચથી આઈપીએલની 16મી સિઝનની શરુઆત થવા જઈ રહી છે. આ આઈપીએલને નવી સિઝનને લઈને ભારતીય ફેન્સ સહિત દુનિયાભરના ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આઈપીએલની 16મી સિઝનમાં ચેમ્પિયન બનવા માટે 10 ટીમોના ખેલાડીએ જોરદાર તૈયારી કરી લીધી છે. સોશિયલ મીડિયા પર તમામ ટીમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ખેલાડીઓની તૈયારીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. હાલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા એક વીડિયો શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એમએસ ધોની અને ડ્વેન બ્રાવો એક શૂટમાં મસ્તી કરતા જોવા મળી રહ્યાં છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ આધિકારિક ટ્વિટર હેન્ડલ પર પણ ધોની અને બ્રાવોનો વીડિયો શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં ધોની અને બ્રાવો ટીમના ટાઈટલ ટ્રેક Whistle Poduની ધૂન પર સીટી વગાડતા જોવા મળી રહ્યાં છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, Next up: Whistles Paraak!. આ વીડિયોને જોઈને ફેન્સમાં ભારે ખુશી જોવા મળી છે. આ વીડિયોને હજારો વ્યૂઝ અને કોમેન્ટ જોવા મળી રહી છે. આ સિઝન ધોનીની અંતિમ આઈપીએલ સિઝન હોવાનું માનવામાં આવી રહ્યું છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આઈપીએલ 2023નું સંપૂર્ણ શેડયૂલ

 

IPL 2023માં કુલ 70 લીગ મેચો અને 4 પ્લેઓફ મેચો હશે, જો આપણે લીગ મેચોની વાત કરીએ તો કોઈ દિવસ બે મેચ અને કોઈ દિવસ એક મેચ રમાશે. જેના માટે તમને જણાવી દઈએ કે IPLમાં કોઈપણ દિવસે બે મેચ હોય તો તે દિવસે પહેલી મેચ બપોરે 3.30 વાગ્યે શરૂ થશે અને ત્યાર બાદ બીજી મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. આ તમામ મેચોની ટોસ મેચની બરાબર 30 મિનિટ પહેલા કરવામાં આવશે એટલે કે બપોરની મેચ માટે ટોસ બપોરે 3 વાગ્યે અને સાંજની મેચ માટે ટોસ સાંજે 7 વાગ્યે કરવામાં આવશે.

બે ગ્રુપમાં વિભાજીત થઈ છે બંને ટીમ

ગ્રુપ A : મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ

ગ્રુપ B : રોયલ ચેલેન્જર બેંગ્લોર, ગુજરાત ટાઈટન્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ

IPL 2023માં શું છે નવો નિયમ?

 

IPL 2023 સિઝનમાં, BCCIએ ઈમ્પેક્ટ પ્લેયર નિયમ રજૂ કર્યો છે, IPLના ઈતિહાસમાં પહેલીવાર આ નિયમનો ઉપયોગ કરવામાં આવશે.
મેચ પહેલા ટોસ દરમિયાન, દરેક કેપ્ટને તેની પ્લેઈંગ ઈલેવન સાથે 4 અવેજીનું નામ આપવું પડશે. આ ચાર ખેલાડીઓમાંથી માત્ર એક જ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવી શકે છે. પ્લેઈંગ ઈલેવનમાં આ અવેજી ખેલાડીને સ્થાન આપનાર ખેલાડી ફરીથી મેચમાં ભાગ લઈ શકશે નહીં.

બીસીસીઆઈએ પહેલાથી જ જાહેર કર્યું છે કે પ્રભાવશાળી ખેલાડી સુકાનીની ભૂમિકા નિભાવી શકતો નથી અને તેણે ભારતીય ખેલાડી બનવું જોઈએ. જો કોઈ ટીમ પ્રભાવશાળી ખેલાડીનો વિદેશી ખેલાડી તરીકે ઉપયોગ કરવા માંગતી હોય તો તેણે પ્લેઈંગ ઈલેવનમાં પ્રથમ ચારને બદલે ત્રણ ખેલાડીઓની પસંદગી કરવી પડશે. મેચ દરમિયાન એક સાથે ચાર વિદેશી ખેલાડીઓ મેદાનમાં ઉતરી શકતા નથી.

આઈપીએલ 2023ના સૌથી મોંઘા ખેલાડીઓ

 

સેમ કરન IPL 2023નો સૌથી મોંઘો ખેલાડી છે, જેને પંજાબ કિંગ્સની ટીમે કુલ 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે ઈંગ્લેન્ડની ટીમ માટે રમે છે અને ઓલરાઉન્ડર છે. સેમ કરન IPLના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી પણ બની ગયો છે. સેમ કરન બાદ આ લિસ્ટમાં મુંબઈ ઈન્ડિયન ટીમે કેમરૂન ગ્રીનને 17.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, ત્યારબાદ બેન સ્ટોક્સનો નંબર આવે છે જેને ચેન્નાઈની ટીમે 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

10 ટીમના  243 ખેલાડીઓ

 


આઇપીએલ 2023ની હરાજી બાદ ચેન્નાઇ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઇટન્સ, રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદમાં કુલ 25 ખેલાડીઓ છે. જ્યારે  કોલકાતા નાઇટ રાઇડર્સ પાસે 22, મુંબઈ ઇન્ડિયન્સમાં 24, પંજાબ કિંગ્સમાં કુલ 22 ખેલાડીઓ છે.

 

Next Article