આ ડિવાઈસ લગાવવાથી તમારી સાઈકલ બની જશે ઈલેક્ટ્રીક સાયકલ, આનંદ મહિન્દ્રાએ શેર કર્યો વીડિયો

|

Feb 13, 2022 | 12:04 PM

આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વીટર (Twitter) એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં ગુરસોરભ નામનો વ્યક્તિ એક સામાન્ય સાઈકલને ઈલેક્ટ્રિક સાઈકલ (Bicycle)માં કન્વર્ટ કરતો જોવા મળી રહ્યો છે.

આ ડિવાઈસ લગાવવાથી તમારી સાઈકલ બની જશે ઈલેક્ટ્રીક સાયકલ, આનંદ મહિન્દ્રાએ શેર કર્યો વીડિયો
Anand Mahindra shared Video (PC:Twitter)

Follow us on

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના માલિક આનંદ મહિન્દ્રા (Anand Mahindra) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, જેથી તેમની એક અલગ જ ફેન ફોલોઈંગ છે. આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વીટર (Twitter) એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં ગુરસોરભ નામનો વ્યક્તિ એક સામાન્ય સાઈકલને ઈલેક્ટ્રિક સાઈકલ (Bicycle)માં કન્વર્ટ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો દ્વારા ગુરસૌરભે જુગાડ ઇલેક્ટ્રિક સાઇકલની વિશિષ્ટતાઓ વિશે જણાવ્યું છે. આ વીડિયોને શેર કરતાં આનંદ મહિન્દ્રાએ ખૂબ વખાણ કર્યા અને વીડિયોમાં હાજર વ્યક્તિને મળવાની ઈચ્છા વ્યક્ત કરી.

આનંદ મહિન્દ્રાએ વીડિયો શેર કર્યો

વીડિયોને શેર કરતા, તેમના ટ્વીટ્સની શ્રેણીમાં આનંદ મહિન્દ્રાએ કહ્યું કે આ છેલ્લા કેટલાક દિવસોથી સિગ્નલ પર ચક્કર લગાવી રહ્યો છે. આ દુનિયાનું પહેલું ઉપકરણ નથી, જે સાયકલમાં મોટર ફીટ કરે છે. પરંતુ આમાં કંઈક ખાસ છે જે તેને અન્ય કરતા અલગ બનાવે છે. 1- સુપિરિયર ડિઝાઈન- કોમ્પેક્ટ 2- મડ વૉક 3- ખરબચડા રસ્તાઓ પર સેન્સેશનલ વૉક 4- અત્યંત સલામત 5- ફોન ચાર્જિંગ પોર્ટ. હું જેની સૌથી વધુ પ્રશંસા કરું છું તે કામ કરતા લોકો માટે તેમની સહાનુભૂતિ અને જુસ્સો છે જેમના માટે સાયકલ હજુ પણ પરિવહનનું પ્રાથમિક માધ્યમ છે. આ તમામ ઓટોમેકર્સ માટે એક સારી રીમાઇન્ડર છે જેઓ ફક્ત EVs પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આનંદ મહિન્દ્રાએ રોકાણ કરવાની તૈયારી દર્શાવી

આનંદ મહિન્દ્રા આ ડિવાઈસથી એટલા પ્રભાવિત થયા હતા કે તેઓ તેમાં રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વીટમાં ઈચ્છા વ્યક્ત કરતા લખ્યું કે, એ જરૂરી નથી કે તે બિઝનેસ તરીકે સફળ થશે કે નફો આપશે. પરંતુ આ ડિવાઈસમાં રોકાણ કરવું મારા માટે ગર્વની વાત હશે. આનંદ મહિન્દ્રાએ ડિવાઈસ બનાવનાર ગુરસૌરભને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: IPL Auction 2022: ચેન્નાઇએ ધોની કરતા પણ વધુ કેમ લગાવી દીપક ચહર પર બોલી, CSK એ 14 કરોડ રુપિયા લગાવ્યા તો માહિ ને 12 કરોડમાં રિટેન કર્યો હતો

આ પણ વાંચો: Abhinav Manohar Sadarangani, IPL 2022 Auction: માત્ર 4 T20 મેચો રમનારા ‘અજાણ્યા’ પ્લેયર પર ગુજરાત ટાઇટન્સે અઢી કરોડ નો ખેલ્યો છે દાવ, જાણો કોણ છે તે ખેલાડી

Next Article