Sneh Upadhya Instagram Reels : ‘ક્યા લગતા હૈ પટા લોગે…’ ભોજપુરી એકટ્રેસની જુઓ ધમાકેદાર રીલ્સ, યુઝર્સના જીત્યા દીલ

Sneh Upadhya Instagram Reels : જો તમે ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરો છો અને ભોજપુરી અભિનેત્રી સ્નેહ ઉપાધ્યાયની આ રીલ્સ નથી જોઈ તો તમે કંઈ નથી જોયું. સ્નેહ તેના આ નવા વીડિયોથી ઉડીને આંખે વળગે છે. તે પોતાની કાતિલ અદાઓથી સોશિયલ મીડિયા યુઝર્સનો ઉત્સાહ વધારે છે.

Sneh Upadhya Instagram Reels : ક્યા લગતા હૈ પટા લોગે... ભોજપુરી એકટ્રેસની જુઓ ધમાકેદાર રીલ્સ, યુઝર્સના જીત્યા દીલ
Sneh Upadhya Instagram Reels
| Edited By: | Updated on: Jan 31, 2023 | 8:01 AM

Sneh Upadhya Instagram Reels : આજના સમયમાં ઈન્સ્ટાગ્રામ લોકોની ‘લાઈફલાઈન’ બની ગયું છે. તેના વિના તેમના માટે એક ક્ષણ પણ જીવવું મુશ્કેલ બની ગયું છે. સામાન્ય માણસ હોય કે ફિલ્મ સ્ટાર, દરેક વ્યક્તિ હવે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા જોવા મળે છે. ઘણા લોકો ફક્ત રીલ અને વીડિયો જોવા માટે જ ઇન્સ્ટાગ્રામ ચલાવે છે, જ્યારે ઘણા લોકો જાતે રીલ અને વીડિયો બનાવીને શેર કરતા રહે છે. ઘણી વખત લોકો આમાંથી કેટલીક રીલને ખૂબ પસંદ કરે છે અને તેને જોતા જ વાયરલ થઈ જાય છે. આજકાલ, આવી જ એક રીલે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે, જેમાં એક પ્રખ્યાત ભોજપુરી અભિનેત્રી લિપ-સિંક કરતી અને પરફોર્મ કરતી જોવા મળે છે.

વીડિયોમાં દેખાતી ભોજપુરી અભિનેત્રીનું નામ સ્નેહ ઉપાધ્યાય છે. બિહારના સમસ્તીપુરમાં જન્મેલી સ્નેહ એક પ્લેબેક સિંગર પણ છે. થોડાં વર્ષો પહેલા એક ભોજપુરી ગીત હેલો કૌન આવ્યું હતું, જે વાયરલ થયું હતું. આ ગીતમાં પણ સ્નેહ ઉપાધ્યાયે પોતાનો અવાજ આપ્યો છે. હાલમાં વાયરલ થઈ રહેલા તેના વીડિયોએ સોશિયલ મીડિયા પર પણ ધૂમ મચાવી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે અભિનેત્રીએ દેશી ગીત પર ખૂબ જ દેશી સ્ટાઈલમાં કેવું પરફોર્મ કર્યું છે. આ ભોજપુરી ગીતના બોલ આ પ્રમાણે છે, ‘ક્યા લગતા હૈ પટા લોગે… પટના કે લઈકી પટેગી નહીં, દિલ્લી કી દિલ બેટા દેગી નહીં, આરા કે લઈકી આર-પાર ક દેગી, દિલવા પે ધાય-ધાય વાર ક દેગી. છપરાની લઈકી તો ફાડ ડાલેગી.’

આ પણ વાંચો : Viral Video: શાહરુખ અને જોન વચ્ચે જોવા મળ્યો પ્રેમ, પ્રેસ કોન્ફરન્સમાં શાહરૂખ ખાને જોનને કરી KISS

સ્નેહ ઉપાધ્યાયની આ ધમાકેદાર ઇન્સ્ટાગ્રામ રીલ્સ જુઓ

સ્નેહ ઉપાધ્યાયે પોતે આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે, જેને અત્યાર સુધીમાં 10 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 8 લાખથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે અને વિવિધ કોમેન્ટ્સ પોસ્ટ કરી છે અને અલગ-અલગ રિપ્લાય પણ આપવામાં આવ્યો છે.

આ ગીતને પોતાની સ્ટાઈલમાં જવાબ આપતા એક યુઝરે લખ્યું છે કે, ‘અરે પટના કી લઈકી પટાના નહીં હૈ…દિલ્લી વાલી સે દિલ કો લગાના નહીં હૈ…આરા કી લઈકી કે નખરા બહુત બા…સાથે રહે મેં ખતરા બહુત બા…છપરા વાલી ભી કોઈ કમ નહીં હૈ…ઈસલિયે મેડમ મેરા મન નહીં હૈ..’. તેવી જ રીતે અન્ય કેટલાક યુઝર્સે પણ ફની કોમેન્ટ્સ કરી છે.