તમે અવારનવાર આવા લોકોને જોયા હશે જેમને બીડી-સિગારેટ પીવાની ખરાબ આદત હોય છે. આવા લોકો આપણા પરિવારમાં પણ જોવા મળે છે જે દર 15-20 મિનિટે સિગારેટ કે બીડી ફૂંકી લે છે. આવા લોકો ખોરાક વિના જીવે છે પરંતુ ધૂમ્રપાનની આદત છોડી શકતા નથી. સોશિયલ મીડિયા પર પણ આવા લોકોના વીડિયો અવારનવાર વાયરલ થતા હોય છે. જેઓ સિગારેટ પીવા માટે કંઈ પણ કરે છે અને અલગ- અલગ સ્ટાઈલથી સિગારેટ પીતા જોવા મળે છે. અત્યારે આવો જ એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
આ વીડિયોમા એક છોકરી છે. જેણે સિગારેટ પકડવા માટે શું કર્યું તે જોઈને તમે હસવાનું રોકી શકશો નહી. આ વિડિયો પર થોડા જ કલાકોમાં હજારો લાઈક્સ અને વ્યૂઝ મળ્યા હતા. વાઈરલ થઈ રહેલા આ વીડિયોમા જોવા મળે છે કે ટ્રાફિક સિગ્નલ પર લાલ લાઈટ થવાની સાથે જ વાહનો એક પછી એક સિગ્નલ પર થંભવા લાગ્યા હતા. આમાં સ્પોર્ટ્સ બાઇક ચલાવતી એક યુવતી પણ સિગ્નલ પર થંભી જાય છે.
તેમાં તમે જોઈ શકાય છે કે જેવી છોકરીની સિગ્નલ પર બાઈક ઉભી રાખે છે. ત્યાં નજીકમાં પાર્ક કરેલી કારમાં બેઠેલા એક વ્યક્તિએ તેની સાથે મજાક કરવાનું શરૂ કર્યું. તે વ્યક્તિએ સિગારેટ કાઢી અને છોકરીને પીવાની ઓફર કરે છે. ત્યારે છોકરી શરૂઆતમાં ના પાડી દે છે, પરંતુ છોકરાની વારંવાર સિગારેટ લેવા માટે ઓફર કરે છે. આ જોઈને તે આખરે સિગારેટ લેવા માટે સંમત થાય છે. છોકરીએ જોયું કે ગ્રીન સિગ્નલને હજુ થોડીક સેકન્ડો બાકી છે એટલે તેણે પોતાની બાઇક સ્ટેન્ડ પર મૂકીને સિગારેટ લેવા જાય છે.
મજાની વાત એ છે કે જેવી છોકરીએ બાઇક સ્ટેન્ડ પર મૂકવા માટે પગ ઊંચો કર્યો કે તરત જ બિચારી છોકરીએ પોતાનું સંતુલન ગુમાવ્યું અને એક ધડાકા સાથે નીચે પડી હતી. તેનાથી પણ વધુ મજાની વાત એ છે કે નીચે પડ્યા પછી પણ છોકરી ધીમે ધીમે હાથ ઊંચો કરીને બારી પાસે લાવે છે અને સિગારેટ લે છે. વીડિયોમાં આવું દ્રશ્ય જોઈને ભાગ્યે જ કોઈ હસવાનું રોકી શકશે. ઈન્સ્ટાગ્રામ પર funtaap નામના હેન્ડલથી ફની વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. જેના પર અનેક યુઝસે કોમેન્ટ લખી હતી.