‘ખાટલા ગાડી’ લઈ પેટ્રોલ ભરવા પહોંચ્યો શખ્સ, દેશી જુગાડ જોઈ લોકો રહી ગયા સ્તબ્ધ, જુઓ Video

આ વીડિયો ક્યારે અને ક્યાં શૂટ કરવામાં આવ્યો હતો તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. આ વીડિયો 9 જૂને ટ્વિટર હેન્ડલ @Mumbaikahar9 દ્વારા કેપ્શન સાથે પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયો પણ ખુબ જ ફની છે અને લોકો તેને ખુબ પસંદ કરી રહ્યા છે.

ખાટલા ગાડી લઈ પેટ્રોલ ભરવા પહોંચ્યો શખ્સ, દેશી જુગાડ જોઈ લોકો રહી ગયા સ્તબ્ધ, જુઓ Video
innovative jugaad khatiya
| Edited By: | Updated on: Jun 11, 2023 | 7:43 AM

ખાટલાને કારમાં ફેરવવાનું પરાક્રમ ફક્ત ભારતીય જ કરી શકે છે! સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે તમને હસાવશે એટલું જ નહીં તમે પણ કહેશો કે આ છોકરાઓને એવોર્ડ આપવા જોઈએ. જો કે, આવા જુગાડ માર્ગ અકસ્માતોને આમંત્રણ આપી શકે છે. પરંતુ રોજિંદા જીવનને સરળ બનાવવાની પ્રક્રિયામાં, લોકો જુગાડ દ્વારા એવી શોધ કરે છે, જેનાથી લોકો વિચારે છે કે આ પણ શક્ય હતું.

આ પણ વાંચો: Gujarat News Live: વાવાઝોડું બન્યું સીવિયર સાયકલોન, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે

આ છોકરાઓનો જુગાડ પણ એવો જ છે. તેમને એક ખાટલમાં પૈડાં અને મોટર મુકીને ચાલતું વાહન બનાવ્યું. આ વીડિયો ક્યારે અને ક્યાં શૂટ કરવામાં આવ્યો હતો તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. આ વીડિયો 9 જૂને ટ્વિટર હેન્ડલ @Mumbaikahar9 દ્વારા કેપ્શન સાથે પોસ્ટ કરવામાં આવ્યો હતો.

હોમમેઇડ ખાટલાને ફોર વ્હીલર વાહનમાં ફેરવવામાં આવ્યું છે. લગભગ 3 મિનિટની આ ક્લિપમાં આપણે જોઈ શકીએ છીએ કે બે યુવકો ‘ખાટલા ગાડી’ પર બેસીને પેટ્રોલ પંપ પર પહોંચે છે. પંપ પર ઉભેલા લોકોની નજર વાહન પર પડતાની સાથે જ બધા કેમેરા કાઢીને વીડિયો બનાવવા લાગે છે. એક વ્યક્તિ પણ ‘ખટિયા ગાડી’ પર બેસીને તેને ચલાવીને બતાવે છે.

આ વાહન બનાવવા માટે ખાટલો, સાયકલના પૈડા અને કારના સ્ટીયરીંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખાટલાના ચાર પાયા પાસે પૈડા ફીટ કરવામાં આવ્યા છે. એક તરફ હેન્ડલ અને રેસ વગેરે ગોઠવવામાં આવ્યા છે. જ્યારે બીજી બાજુ એક મોટર છે. આ જુગાડ વસ્તુ બનાવનાર વ્યક્તિ કહે છે કે આ વાહન સરેરાશ 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપ આપે છે, જેના પર ચાર-પાંચ લોકો પણ આરામથી સવારી કરે છે. જુગાડના વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે ત્યારે આ વીડિયો પણ ખુબ જ ફની છે અને લોકો તેને ખુબ પસંદ કરી રહ્યા છે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો