બેંગલુરુમાં ISROના વૈજ્ઞાનિક પર હુમલો, અધવચ્ચે જ રોકી કાર, ઘટનાનો Video વાયરલ થયો

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરો (ISRO)ના વૈજ્ઞાનિક પર કથિત હુમલાનો મામલો સામે આવ્યો છે. આ વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.

બેંગલુરુમાં ISROના વૈજ્ઞાનિક પર હુમલો, અધવચ્ચે જ રોકી કાર, ઘટનાનો Video વાયરલ થયો
| Edited By: | Updated on: Aug 31, 2023 | 2:16 PM

બેંગ્લોર પોલીસ (Bangalore Police) પણ એલર્ટ થઈ ગઈ. પોલીસે કહ્યું, ‘ઘટના અંગે માહિતી નોંધવામાં આવી છે અને અમે સંબંધિત સત્તાધિકારીને જાણ કરીશું.’ તેણે વધુ પૂછપરછ માટે લાંબાની સંપર્ક માહિતી પણ માંગી છે. ઈસરોના વૈજ્ઞાનિક પર કથિત હુમલાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. આ મામલો કર્ણાટકની રાજધાની બેંગલુરુનો છે.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

હાલ આ કેસમાં પોલીસ પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે અને આરોપીની શોધખોળ ચાલુ છે. ખાસ વાત એ છે કે 23 ઓગસ્ટે ચંદ્ર પર ચંદ્રયાન 3ના સોફ્ટ લેન્ડિંગ બાદ સમગ્ર દેશ દ્વારા ઈસરોને અભિનંદન આપવામાં આવ્યા હતા.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ની પ્રોફાઇલ અનુસાર, આશિષ લાંબા ઈસરોમાં વૈજ્ઞાનિક છે. આ ઘટના તેની સાથે બેંગ્લોરમાં ઓલ્ડ એરપોર્ટ રોડ પર નવા બનેલા HAL અંડરપાસ પાસે બની હતી.

ISROના વૈજ્ઞાનિક પર હુમલો

તેણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ સમગ્ર ઘટનાની માહિતી આપી છે. ખાસ વાત એ છે કે ઘટનાસ્થળથી થોડે જ દૂર ઈસરોની ઓફિસ હતી.”ગઈકાલે, ISRO ઑફિસની નજીક નવા બનેલા HAL અંડરપાસની નજીક, હેલ્મેટ પહેર્યા વગર બેદરકારીપૂર્વક સ્કૂટી (KA03KM8826) ચલાવતો એક વ્યક્તિ અમારી સામે આવ્યો અને અમારે અચાનક બ્રેક લગાવવી પડી, અન્ય પોસ્ટમાં લામ્બાએ જણાવ્યું કે, ‘તે અમારી કાર પાસે આવ્યો અને મારપીટ કરવા લાગ્યો. તેણે મારી કારને બે વાર લાત મારી.

 

 

(Twitter source : Aashish Lamba )

 

આ પણ વાંચો : Pakistani Funny Video: પાકિસ્તાની છોકરાએ એવુ વિજ્ઞાન પર જ્ઞાન આપ્યું કે ન્યૂટન-આઈન્સ્ટાઈન પણ માથુ ખંજવાળતા રહી જતે, Video Viral

ઘટનાની જાણ થતાં જ બેંગલુરુ પોલીસ પણ એલર્ટ થઈ ગઈ હતી. પોલીસે કહ્યું, ‘ઘટના અંગે માહિતી નોંધવામાં આવી છે અને અમે સંબંધિત સત્તાધિકારીને જાણ કરીશું.

નોંધ: આ વીડિયોની TV9 ગુજરાતી પુષ્ટી કરતુ નથી આ માત્ર એક વાયરલ વીડિયો છે

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો