રિન્યુઅલ માટે આવેલા પાસપોર્ટને જોઈ ચોંકી ગયા અધિકારી, વીડિયો થયો વાયરલ

પાસપોર્ટની હાલત બતાવતો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમે પણ હસી હસીને લોટપોટ થઈ જશો.

રિન્યુઅલ માટે આવેલા પાસપોર્ટને જોઈ ચોંકી ગયા અધિકારી, વીડિયો થયો વાયરલ
Viral Video
| Edited By: | Updated on: Nov 04, 2023 | 7:16 PM

વિદેશ જવા માટે કોઈપણ વ્યક્તિને પાસપોર્ટની જરુર હોય છે. આપણે સૌ જાણીએ છે કે વિદેશમાં આપણો પાસપોર્ટ જ આપણી ઓળખ હોય છે. કેટલાક લોકો તો પાસપોર્ટને ગોલ્ડની જેમ સાચવીને લોકરમાં રાખે છે. નિયમ અનુસાર પાસપોર્ટને સમય-સમય પર રિન્યૂ કરાવવું જરુરી છે. હાલમાં સોશિયલ મીડિયા  પર રિન્યૂઅલ માટે આવેલા એક પાસપોર્ટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં દેખાતો પાસપોર્ટ તમે પહેલા ભાગ્યે જ જોયો હશે. પાસપોર્ટની હાલત બતાવતો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમે પણ હસી હસીને લોટપોટ થઈ જશો.

 

59 સેકેન્ડના આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ વ્યક્તિએ પાસપોર્ટને ઘરની ડાયરી સમજી લીધી છે. તેણે પાસપોર્ટ પર લોકોના મોબાઈલ નંબર, ઘરના હિસાબ અને અન્ય વાતો લખી છે. પાસપોર્ટમાં લખેલી દરેક વાતો સમજવી મુશ્કેલ છે. પાસપોર્ટ પર મલયાલમ ભાષામાં લખાણ લખવામાં આવ્યું છે. આ વીડિયો @DPrasanthNair નામના હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે.

આ વીડિયો પર લાખો વ્યૂઝ આવ્યા છે. આ વીડિયો પોસ્ટ કરીને યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે, એક વૃદ્ધ સજ્જને પોતાનો પાસપોર્ટ રિન્યૂ કરવા જમા કર્યો. પણ તેમના ઘરમાંથી કોઈ વ્યક્તિએ તેની સાથે ખબર નહીં શું કર્યું ? જોકે તેની કોઈ જાણકારી મળી નથી. આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Disclaimer : આ આર્ટિકલ ફેક્ટ ચેક કરવામાં આવ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો