ભારતીય ક્રિકેટ ટીમ અને ફેન્સ માટે વધુ એક સારા સમાચાર સામે આવી રહ્યાં છે. ભારતીય ક્રિકેટ ટીમનો વધુ એક ક્રિકેટર ઘોડીએ ચઢયો છે. જણાવી દઈએ કે 23 જાન્યુઆરીના રોજ ભારતીય ટીમના ઓપનર કેએલ રાહુલ અને સુનિલ શેટ્ટીની દીકરી અભિનેત્રી આથિયા શેટ્ટીના લગ્ન થયા હતા. હાલમાં ભારતીય ટીમના ઓલરાઉન્ડર ગુજ્જુ ખેલાડી અક્ષર પટેલ પણ લગ્ન બંધનમાં બંધાઈ રહ્યો છે. તેના લગ્ન સંબંધિત કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
અક્ષર અને મેહા પટેલ આજે સાત ફેરા લેશે. આ પહેલા અક્ષર અને મેહાની હલ્દી અને મહેંદીની વિધિ થઈ હતી. તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ છે. આ સમારોહમાં ક્રિકેટર જયદેવ ઉનડકટે ભાગ લીધો હતો.
સંગીત સેરેમનીમાં અક્ષર પટેલ અને મેહાએ પણ જોરદાર ડાન્સ કર્યો હતો. તેનો વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય મેહા અને અક્ષરની હલ્દીની તસવીરો પણ સામે આવી છે. તસવીરોમાં બંનેએ એક જ રંગના કપડા પહેર્યા છે. આ સાથે ગળામાં પીળા ફૂલોની માળા પણ જોવા મળે છે.
pic.twitter.com/BjDxJK6Qc3 अक्षर पटेल, मेहा पटेल #axarpatel @akshar2026 #axarpatelweeding
— Rajat Gupta (@Rajatgupta199) January 26, 2023
અક્ષર પટેલ અને મેહા લાંબા સમયથી એકબીજાની સાથે છે. બંનેએ ગયા વર્ષે સગાઈ કરી હતી. હવે બંને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. વ્યવસાયે ન્યુટ્રિશનિસ્ટ મેહા પણ સોશિયલ મીડિયા પર ડાયટ પ્લાન શેર કરતી રહે છે. ઘણી વખત તે અને અક્ષર રજાઓ પર પણ ગયા છે. તાજેતરમાં તેઓ અમેરિકાની મુલાકાતે ગયા હતા.
આ પણ વાંચો : Viral Video : ધોનીને જોતા જ ભારતીય ખેલાડી થયા આશ્ચર્યચકિત, પરંતુ એક ખેલાડીના મોંમાંથી અવાજ ન નીકળ્યો
આ વર્ષની શરુઆતમાં જ શ્રીલંક વિરુદ્ધની ટી-20 અને વનડે સિરીઝમાં અક્ષર પટેલ ભારતીય ટીમનો ભાગ હતો. તેણે ભારતને જીત અપાવવામાં સારી ભૂમિકા ભજવી હતી. કાલે શુક્રવારથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-20 સિરીઝ શરુ થવા જઈ રહી છે. લગ્નને કારણે અક્ષર પટેલ ભારતીય ટીમમાં સામેલ થઈ શકશે નહીં.